Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામીનું ન્યૂજર્સી સ્ટેટ, અમેરિકા, દ્વારા "સેનેટ રિઝોલ્યુશન" એનાયત કરી સન્માન કરાયુ

BAPSના પૂ્જ્ય સંતશ્રી અને પોતાના શબ્દોથી લાખ્ખો લોકોનું જીવન બદલી નાંખનાર  ડો. જ્ઞાનવત્સલ સ્વામીનું ન્યૂજર્સી સ્ટેટ, અમેરિકા, દ્વારા "સેનેટ રિઝોલ્યુશન" એનાયત કરી તારીખ 23/9/2023 ના રોજ, સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલ ખાતે સન્માન કરવામાં આવ્યું. 1500 થી વધારે ડોક્ટર અને હેલ્થ કેર...
પૂજ્ય ડો  જ્ઞાનવત્સલ સ્વામીનું ન્યૂજર્સી સ્ટેટ  અમેરિકા  દ્વારા  સેનેટ રિઝોલ્યુશન  એનાયત કરી સન્માન કરાયુ
Advertisement

BAPSના પૂ્જ્ય સંતશ્રી અને પોતાના શબ્દોથી લાખ્ખો લોકોનું જીવન બદલી નાંખનાર  ડો. જ્ઞાનવત્સલ સ્વામીનું ન્યૂજર્સી સ્ટેટ, અમેરિકા, દ્વારા "સેનેટ રિઝોલ્યુશન" એનાયત કરી તારીખ 23/9/2023 ના રોજ, સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલ ખાતે સન્માન કરવામાં આવ્યું.

Advertisement

1500 થી વધારે ડોક્ટર અને હેલ્થ કેર પ્રોફેશનલ્સની હાજરીમાં સન્માન

Advertisement

સમાજને પ્રેરણાદાઈ સંદેશો આપી વૈશ્વિક સંવાદિતા અને ભાઈચારો ફેલાવવા, અને લોકોને પોતાના જીવનમાં સદગુણોનો સંચાર કરવા પ્રેરવા બદલ તથા સમાજ સેવાની તેમની કટિબદ્ધતા બદલ આ સન્માન કરાયું હતું. ન્યૂજર્સી રાજ્ય સેનેટના પ્રમુખ મિસ્ટર નિકોલસ સ્કુટેરીએ આ સન્માન પત્ર અર્પણ કર્યું હતું. આ સન્માન 1500 થી વધારે ડોક્ટર અને હેલ્થ કેર પ્રોફેશનલ્સની હાજરીમાં કરાયું હતું.

લાખો લોકોના જીવનમાં ઉન્નતિ લાવ્યા છે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી

તેમને આપવામાં આવેલા સન્માનપત્રમાં લખાયુ હતું કે  'ન્યુજર્સી રાજ્યની સેનેટ અત્યંત આદરણીય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીને હાર્દિક શુભેચ્છાઓ આપે છે અને વંદન કરે છે, વિશ્વ વિખ્યાત જીવન પ્રશિક્ષક અને વક્તા, ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીએ તેમની પ્રભાવશાળી હાજરી અને તેમના સાર્વત્રિક સંવાદિતાના પ્રેરણાત્મક સંદેશ માટે ઘણી પ્રશંસા મેળવી છે,  તેઓ તેમના વાર્તાલાપ દ્વારા વિશ્વભરના લાખો લોકોના જીવનમાં ઉન્નતિ લાવ્યા છે. ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીએ શ્રેષ્ઠતાનું એક માનક બનાવ્યું છે જે અન્ય લોકો માટે કરુણા સાથે માનવતાની સેવા કરવાનો સંદેશો આપે છે'

તેમની સેવા અને પ્રતિબદ્ધતાના ગૌરવપૂર્ણ કાર્યોની પ્રશંસા

આ ગૃહ ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીના ઉમદા કાર્યોને બિરદાવે છે.. , તેમની સેવા અને પ્રતિબદ્ધતાના ગૌરવપૂર્ણ કાર્યોની પ્રશંસા કરે છે.. અને તેમના જીવનના તમામ દિવસો સુખી રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ આપે છે.

પૂજ્ય ડો.જ્ઞાન વત્સલ સ્વામી અત્યાર સુધીમાં લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી ચૂક્યા છે.. નિરાશ, હતાશ અને નાસીપાસ થયેલા લોકોમાં હિંમતનો સંચાર કરી તેમના જીવનને એક નવી દીશા આપી તેમને સફળ જીવન જીવતા કર્યા છે.

Tags :
Advertisement

.

×