Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરત શહેરમાં ભારે પવન સાથે પડ્યા બરફના કરા, ખેડૂતો થયા ચિંતિત

હવામાન વિભાગની અગાહી બાદ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો મોડી રાતે માંગરોળ તાલુકામાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે બરફના કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ કરા સાથે વરસેલા વરસાદના કારણે ખેડૂતો ચિંતિત થયાં હતા.હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને સુરત શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતà«
Advertisement
હવામાન વિભાગની અગાહી બાદ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો મોડી રાતે માંગરોળ તાલુકામાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે બરફના કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ કરા સાથે વરસેલા વરસાદના કારણે ખેડૂતો ચિંતિત થયાં હતા.
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને સુરત શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું, તો બીજી તરફ મોડી રાતે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ સુરતના માંગરોળ તાલુકામાં મોડી રાતે કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ અહીં જોવા મળ્યો હતો. ભારે પવન સાથે બરફના કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ બરફના કરા સાથે વરસેલા વરસાદનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા જે હિસાબે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને ખેડૂતોની ચિંતામાં બમણો વધારો થયો છે. બીજી તરફ ભર ઉનાળે કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે જેથી ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×