Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Happy New Year : નવા વર્ષ નિમિત્તે BAPS સ્વામિનારાયણ મંદિરોમાં અન્નકૂટ દર્શનનું ભવ્ય આયોજન

આજથી વિક્રમ સવંત 2081 તરીકે નવા વર્ષનો પ્રારંભ (Happy New Year) BAPS સ્વામિનારાયણ મંદિરોમાં અન્નકૂટ દર્શનનું આયોજન રાજકોટ અને સુરતમાં મોટી સંખ્યામાં ભક્તોએ અન્નકૂટ દર્શન કર્યાં આજથી વિક્રમ સવંત 2081 તરીકે નવા વર્ષનો (Happy New Year) પ્રારંભ થયો છે....
happy new year   નવા વર્ષ નિમિત્તે baps સ્વામિનારાયણ મંદિરોમાં અન્નકૂટ દર્શનનું ભવ્ય આયોજન
Advertisement
  1. આજથી વિક્રમ સવંત 2081 તરીકે નવા વર્ષનો પ્રારંભ (Happy New Year)
  2. BAPS સ્વામિનારાયણ મંદિરોમાં અન્નકૂટ દર્શનનું આયોજન
  3. રાજકોટ અને સુરતમાં મોટી સંખ્યામાં ભક્તોએ અન્નકૂટ દર્શન કર્યાં

આજથી વિક્રમ સવંત 2081 તરીકે નવા વર્ષનો (Happy New Year) પ્રારંભ થયો છે. ત્યારે વિવિધ BAPS સ્વામિનારાયણ મંદિરમાં વિશેષ પૂજા અને અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ અને સુરતમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં (BAPS Swaminarayan Temple) અન્નકૂટ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. દેશ-વિદેશમાંથી પણ હરિભક્તો BAPS મંદિર ખાતે દર્શન માટે પહોંચ્યાં હતા.

Advertisement

આ પણ વાંચો - Happy New Year : કષ્ટભંજન દેવને સુવર્ણ વાઘાનો સુંદર શણગાર, ભગવાન શામળિયાને સોનાની ભેટ

Advertisement

રાજકોટમાં 1500 જેટલી વાનગીઓ પીરસવામાં આવી

રાજકોટની (Rajjkot) વાત કરીએ તો નવા વર્ષ નિમિત્તે BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેમાં અલગ-અલગ 1500 જેટલી વાનગીઓ પીરસવામાં આવી હતી. સવારે 11 વાગ્યે વિશેષ આરતી પણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. સાથે જ દેશ-વિદેશમાંથી પણ હરિ ભક્તો BAPS મંદિર (BAPS Temple) ખાતે દર્શન માટે પહોંચ્યા હતા.

આ પણ વાંચો - Shaktipeeth Ambaji : નવા વર્ષના પ્રારંભે ભક્તો માના દ્વારે પહોંચ્યા

સુરતમાં 300 વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો

સુરતમાં (Surat) અડાજણ ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં (BAPS Swaminarayan Temple) નવા વર્ષ નિમિત્તે 1300 વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો. અન્નકૂટ દર્શન (Annakoot Darshan) માટે હરિભક્તોનો ધસારો થયો હતો. ઉત્તમ પ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 45 હજારથી વધુ ભક્તો અન્નકૂટનાં દર્શનનો લાભ લેશે. નવા વર્ષનાં (Happy New Year) મંગલ પ્રારંભે ભગવાનનાં દિવ્ય દર્શન અને થાળ ધરાવવામાં આવ્યો હતો. મંદિરનાં સંતો અને શહેરનાં અગ્રણીઓ દ્વારા અન્નકૂટોત્સવની આરતી ઉતારવામાં આવી હતી.

આ પણ વાંચો - Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નવા વર્ષની શુભેચ્છા પાઠવી, PM મોદી અંગે કહી આ વાત!

Tags :
Advertisement

.

×