Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ. પૂ. મહંત સ્વામીનું ગોંડલના શ્રી અક્ષર મંદિરે સંતો ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત, હજારો દીવડા દ્વારા આરતીઅર્ઘ્ય અર્પણ

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલના સુપ્રસિદ્ધ શ્રી અક્ષર મંદિરે બી. એ. પી. એસ. ના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજની પધરામણી થઈ ચૂકી છે. દશેરાના સપરમા દિવસે સંતો - ભક્તોએ અતિ ધામધૂમપૂર્વક મહંતસ્વામીનું અક્ષર મંદિર ખાતે આગમન થતાં સ્વાગત કર્યું હતું....
પ  પૂ  મહંત સ્વામીનું ગોંડલના શ્રી અક્ષર મંદિરે સંતો ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત  હજારો દીવડા દ્વારા આરતીઅર્ઘ્ય અર્પણ
Advertisement

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

ગોંડલના સુપ્રસિદ્ધ શ્રી અક્ષર મંદિરે બી. એ. પી. એસ. ના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજની પધરામણી થઈ ચૂકી છે. દશેરાના સપરમા દિવસે સંતો - ભક્તોએ અતિ ધામધૂમપૂર્વક મહંતસ્વામીનું અક્ષર મંદિર ખાતે આગમન થતાં સ્વાગત કર્યું હતું. મહંત સ્વામીના આગમનને લઈને અક્ષર મંદિરનાં પરિસરને રંગબિરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શરદ પૂનમથી દિવાળી - અન્નકૂટ સુધી અક્ષરમંદિર ખાતે રોકાણ કરતા હતા 

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિ વર્ષ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શરદ પૂનમથી દિવાળી - અન્નકૂટ સુધી અક્ષરમંદિર ખાતે રોકાણ કરી દીપોત્સવી પર્વની ઉજવણી દ્વારા સંતો - ભક્તોને સત્સંગ લાભ આપતા હતા.. તે જ ક્રમને મહંત સ્વામી મહારાજે જાળવી રાખેલ છે.

સંતો - ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ

અક્ષર મંદિર ખાતે તેઓશ્રી ૧૫ નવેમ્બર ૨૦૨૩, ભાઈબીજ સુધી રોકાઈને શરદ પૂનમ અને દિવાળીના ઉત્સવની ઉજવણી કરશે. દશેરાના સપરમાં દિવસે મહંત સ્વામીનું અક્ષર મંદિર ખાતે આગમન થયું છે. તેઓના આગમનને લઈને સંતો - ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રંગબેરંગી રોશની અને ભવ્ય આતશબાજી દ્વારા પૂ. મહંત સ્વામી મહારાજનું અક્ષરમંદિરે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. આ તકે મંદિરનાં પ્રાંગણમાં સ્વાગત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના બીએપીએસ મંદિરોમાંથી પૂજનીય સંતો - મહંતો અને હજારો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

હજારો દિવડા દ્વારા આરતીઅર્ઘ્ય અર્પણ

સમગ્ર મંદિરનું પરિસર ભાવિક ભક્તો અને ગુરુકુલના છાત્રોથી ઉભરાઈ ગયું હતું. અક્ષર મંદિરના વરિષ્ઠ સંતો દ્વારા પૂજ્ય મહંત સ્વામીને કલાત્મક હારતોરા દ્વારા વધાવવામાં આવ્યા હતા. હજારો દિવડા દ્વારા આરતીઅર્ઘ્ય અર્પણ કરવામાં આવ્યું - ત્યારે સમગ્ર તારામંડળ અવની પર ઉતરી આવ્યું હોય તેવું નયનરમ્ય દ્રશ્ય ખડું થયું હતું.

આ પ્રસંગે પૂજ્ય મહંત સ્વામીએ સભામાં ઉપસ્થિત સૌ કોઈ પર આશીર્વચન પાઠવ્યા હતા. આગામી દિવસોમાં તેઓના પાવન સાંનિધ્યમાં તા. ૨૮/૧૦ શનિવારે રાત્રે ૧૧ઃ ૩૦ થી ૪ઃ૦૦ દરમ્યાન ચંદ્રગ્રહણની સભા, તા. ર૯/૧૦ રવિવારે શરદપૂનમનાં દિને સાંજે ૦૫:૩૦ થી ૦૮:૩૦ દરમિયાન મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો ૨૩૯મો જન્મોત્સવ અતિ ધામધૂમપૂર્વક ઉજવાનાર છે.

Tags :
Advertisement

.

×