Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્રમુખ સ્વામી મહારાજ નગરના નારી ઉત્કર્ષ મંડપમાં યોજાયો વિશિષ્ટ કાર્યક્રમ

અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના માટે 600 એકર જેટલી વિશાળ જગ્યામાં પ્રમુખ સ્વામી મહારાજ નગરની રચના કરવામાં આવી છે. અહીં દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે જે અંતર્ગત આજે નગરના નારી ઉત્કર્શ મંડપમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહિલા મહાનુભાવોએ મહિલા સ્વયં સેવિકાઓને બિરદાવી હતી.ડૉ. માયાબહેન કોડનાન
પ્રમુખ સ્વામી મહારાજ નગરના નારી ઉત્કર્ષ મંડપમાં યોજાયો વિશિષ્ટ કાર્યક્રમ
Advertisement
અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના માટે 600 એકર જેટલી વિશાળ જગ્યામાં પ્રમુખ સ્વામી મહારાજ નગરની રચના કરવામાં આવી છે. અહીં દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે જે અંતર્ગત આજે નગરના નારી ઉત્કર્શ મંડપમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહિલા મહાનુભાવોએ મહિલા સ્વયં સેવિકાઓને બિરદાવી હતી.
ડૉ. માયાબહેન કોડનાની
પૂર્વ નારી અને બાળ વિકાસ મંત્રી ડૉ માયાબહેન કોડનાનીએ મહિલા સ્વયંસેવકોને બિરદાવ્યા હતા. તેમણે કહ્યું, પ્રમુખસ્વામી મહારાજ યુગપુરુષ હતા, ભગવાનના સ્વરૂપ સમાન હતા. અત્યાર સુધી વિશ્વની ઘણી સંસ્કૃતિઓ નષ્ટ થઈ ગઈ, પરંતુ પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતોને કારણે હિન્દુ સંસ્કૃતિ જીવંત રહી છે. તેમણે સમગ્ર વિશ્વમાં અને મિડલ-ઇસ્ટમાં પણ  મંદિરોનું સર્જન કર્યું. સાથે નારી સશક્તિકરણ દ્વારા તેમણે બાળ સંસ્કારની દિશા ખોલી નાખી છે. 1997માં જ્યારે શાહીબાગ સર્કલ માટે વિચારણા ચાલી ત્યારે પ્રમુખસ્વામી મહારાજે સૂચન કર્યું હતું કે તે લોકોને પ્રેરણા અને આશીર્વાદ આપે તેવું હોવું જોઈએ. પ્રમુખસ્વામી મહારાજે લાખો લોકોને પ્રેરિત કર્યા, હવે તેમનો વારસો જાળવવાની જવાબદારી આપણી છે.
ડૉ. દિપીકા સરદાવા
BJP મહિલા મોરચાના પ્રમુખ ડૉ. દિપીકા સરદાવાએ જણાવ્યું, વૈદિક કાળમાં મૈત્રેયી અને ગાર્ગી જેવી વિદ્વાન અને શાણપણયુક્ત નારીશક્તિએ સમાજને મજબૂત બનાવ્યો હતો.  આજના સમયમાં પ્રમુખસ્વામી મહારાજે નારીશક્તિને પોતાના મૂળિયાં સુધી જોડવાનું કાર્ય કર્યું છે. આજની નારીશક્તિએ સમગ્ર વિશ્વમાં પ્રત્યેક ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. વિશ્વમાં વ્યાપ્ત અંધકારને વિદારવામાં નારીશક્તિનું યોગદાન અનન્ય છે. આજે આપણાં સદનસીબે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આપણને સૌને પ્રમુખસ્વામી મહારાજના નારી સશક્તિકરણના કાર્યોને સમજવાની અને કૃતજ્ઞ બનવાની તક મળી છે. આ નગરમાં નારીશક્તિ જોવા મળી રહી છે. આજે આપણી આસપાસ આપણે સશક્ત નારી રત્નો, જેવા કે વર્તમાન રાષ્ટ્રપતિ અને ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રીમાંથી પ્રેરણા મેળવી શકીએ છીએ. પ્રમુખસ્વામી મહારાજે સારા પુસ્તકો અને સારી સંગતિ રાખવાની શીખ આપી છે.
કુ. માના પટેલ
2020ના ઓલિમ્પિક્સની સાથે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલ કુ. માના પટેલ 111 રાષ્ટ્રીય અને 32 આંતરરાષ્ટ્રીય મેડલ જીતી ચૂક્યા છે. 30 જેટલાં રાષ્ટ્રીય સ્તરે વિવિધ કીર્તિમાન પણ સ્થાપિત કરી ચૂક્યા છે. તેમણે જણાવ્યું, પ્રેરણા પ્રમુખરાજ પ્રસ્તુતિ ખૂબ પ્રેરણાદાયક, અદભૂત હતી. આજે નગરમાં ઉપસ્થિત રહેવા મળ્યું તને મારુ સૌભાગ્ય સમજુ છું. આજના સમાજને સ્પર્શતા પ્રશ્નોને તે સુંદર રીતે રજૂ કરે છે. એક મહિલા પોતાના જીવનમાં ઉત્કર્ષ માટે જરૂરી ગુણો ધરાવતી જ હોય છે. આ શક્તિને યોગ્ય માર્ગદર્શન અને પ્લેટફોર્મ મળવું જોઈએ. તેમણે સમાન તક મળે તો તેઓ વિકાસ સાધી શકે છે, સફળતા મેળવી શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×