Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Narendra Modi ના શાસનના 11 વર્ષ પૂર્ણ, BAPSના સ્વામી બ્રહ્મવિહારીદાસજીએ પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનના 11 વર્ષ પૂર્ણ થતા BAPSના સ્વામી બ્રહ્મવિહારીદાસજીએ પાઠવી શુભેચ્છાઓ પાઠવી હતી.
pm narendra modi ના શાસનના 11 વર્ષ પૂર્ણ  bapsના સ્વામી બ્રહ્મવિહારીદાસજીએ પાઠવી શુભેચ્છા
Advertisement
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનના 11 વર્ષ પૂર્ણ
  • BAPSના સ્વામી બ્રહ્મવિહારીદાસજીએ પાઠવી શુભેચ્છા
  • 11 નંબર અતિ પવિત્ર નંબર છે: સ્વામી બ્રહ્મવિહારીદાસજી
  • સંતો, મહંતોના આશીર્વાદ PM મોદી પર હંમેશા રહેશે

BAPS ના સ્વામી બ્રહ્મવિહારીદાસજીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનના 11 વર્ષ પૂર્ણ થતા શુભેચ્છાઓ પાઠવી હતી. બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું હતું કે, 11 નંબર અતિ પવિત્ર નંબર છે. સંતો, મહંતોના આશીર્વાદ PM મોદી પર હંમેશા રહેશે. કોઈ દેશમાં આવો નેતા નથી જે 18 કલાક કામ કરે છે. આપણી પાસે પીએમ મોદી જેવા નેતા છે. તે સૌભાગ્ય છે.

Advertisement

"PM મોદીએ કહ્યું હતુ કે હું માત્ર મા ભારતીનો પૂજારી છું"

BAPS ના બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે આનંદની વાતી છે, ઉત્સવની વાત છે કે આપણા માન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી 11 વર્ષ પૂર્ણ કરી ભારતનાં નેતૃત્વના 12 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આજે અમે પ્રાર્થના કરીએ છીએ કે, ભગવાન તેમજ બધા સંત લોકોના આશીર્વાદ તેમના પર રહે. કારણ કે, જરા વિચારો કે ક્યાં દેશમાં આવા નેતા છે. જેણે 11 વર્ષમાં એક રજા પણ લીધી નથી. તેમજ દેશ માટે અનેક કલાકો સુધી કામ કરે છે. અમે જોયું છે કે જ્યારે બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબીમાં ઓપનીગ સેરેમની હતી. ત્યારે વડાપ્રધાને કહ્યું હતું કે, દરેક જગ્યાએ અલગ અલગ પૂજારી હોય છે. હું તો માત્ર મા ભારતનો પૂજારી છું. જેણે દરેક વખતે ભારતની પ્રગતિ માટે જ વિચાર્યું છે.

Advertisement

આ પણ વાંચોઃ PM Modi : મોદી સરકાર 3.0નું સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ, ભવ્ય કાર્યક્રમોનું આયોજન

"PM મોદી કહે છે કે સારા અને સાચા કામ કરવાથી ક્યારેય રોકાવાનુ નહીં"

હવે માત્ર ભારતીયો જ ગર્વ નથી લેતા. દુનિયાભરમાં જે ભારતીય રહે છે તે બધા ભારતીય ગર્વ લઈ શકે છે. હું પણ કેટલાય નેતાઓને મળ્યો છું. જેઓએ જણાવ્યું છે કે અમે પણ મોદી જેવા નેતા બનવા માંગીએ છીએ. વડાપ્રધાને માત્ર ભારતને મહાન બનાવવાની વાત નથી કરી. પરંતું માનવતાને મહાન બનાવવાની વાત કરે છે. આજે અમે પ્રાર્થના કરીએ છીએ કે તેમના નેતૃત્વમાં ભારતની પ્રગતિ થાય. ભારતમાં શાંતિ, સમૃદ્ધિ વધે, ભારતવાસીઓ સુખી થાય તેમજ દુનિયામાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ થાય. પ્રમુખ સ્વામી મહારાજ અમારૂ ગુરૂ અને મહંત સ્વામીના તેમના પર ખૂબ જ આશીર્વાદ છે. સ્વામીજી દરેક વખતે મોદીજીને જોઈને એક વાત કહેતા હતા કે સારૂ અને સાચુ કામ કરવામાં ક્યારેય થાકવું નહી.

આ પણ વાંચોઃPM Modi 3.0 : 'અમારી સરકારે અશક્ય લાગતા નિર્ણયો કર્યા' - જે.પી.નડ્ડા

Tags :
Advertisement

.

×