ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ‘મંદિર ગૌરવ દિન’ કાર્યક્રમ, પ્રમુખસ્વામી મહારાજના યુગકાર્યને બિરદાવતાં મહાનુભાવો

અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઈ રહી છે. પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે સાંધ્ય સભામાં સંતો-મહંતોના આશિર્વચન તથા મહાનુભાવોની વાણીનો લાભ લાખો હરિભક્તોને મળી રહ્યો છે.મંદિર ગૌરવ દિનઆજે મહોત્સવના ચોથા દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ પ્રમુખસ્વામી મહારà
03:17 PM Dec 18, 2022 IST | Vipul Pandya
અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઈ રહી છે. પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે સાંધ્ય સભામાં સંતો-મહંતોના આશિર્વચન તથા મહાનુભાવોની વાણીનો લાભ લાખો હરિભક્તોને મળી રહ્યો છે.મંદિર ગૌરવ દિનઆજે મહોત્સવના ચોથા દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ પ્રમુખસ્વામી મહારà
અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઈ રહી છે. પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે સાંધ્ય સભામાં સંતો-મહંતોના આશિર્વચન તથા મહાનુભાવોની વાણીનો લાભ લાખો હરિભક્તોને મળી રહ્યો છે.
મંદિર ગૌરવ દિન
આજે મહોત્સવના ચોથા દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શનાર્થે પધાર્યા હતા. તેઓ આજના ‘મંદિર ગૌરવ દિન’ કાર્યક્રમમાં સમ્મિલિત થયા હતા. 
મ્યુઝિકલ સીમ્ફની
પારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન, કીર્તન સાથે સાંજે 5.15 વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વિશ્વના 19 જેટલાં દેશોના 150 કરતાં વધુ બાળકો-યુવાનોના સંગીત વૃંદ દ્વારા 33 જેટલાં વિભિન્ન ભારતીય વાદ્યો દ્વારા અદ્ભુત ભક્તિ સંગીતની પ્રસ્તુતિ થઈ. સિમ્ફની નામથી પ્રખ્યાત આ સંગીત કાર્યક્રમમાં વિશ્વના અનેક સંગીતજ્ઞ ભક્તો જોડાયા હતા.
મંદિર ગૌરવ
  • પ્રમુખસ્વામી મહારાજે 1231 જેટલાં મંદિરોના સર્જન દ્વારા અધ્યાત્મ, રાષ્ટ્ર સેવા, સમાજ સેવા અને સંસ્કૃતિ રક્ષાની આહ્લેક જગાવી.
  • ભારત ઉપરાંત વિદેશમાં પણ 125 કરતાં વધુ  મંદિરો દ્વારા સનાતન ધર્મના અવતારો-દેવી દેવતાઓ-આચાર્યો-સંત પરંપરા-ભક્તોને પ્રમુખસ્વામી મહારાજે મહાન અંજલિ આપી છે.
  • નૈરોબી, લંડન, હ્યુસ્ટન, એટલાન્ટા, શિકાગો, લોસ એન્જેલસ, ટોરોન્ટો, ન્યૂજર્સી જેવાં શહેરોમાં અભૂતપૂર્વ શિખરબદ્ધ મંદિરો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને વૈદિક સનાતન ધર્મની ગરિમાને  વિશ્વના ખૂણે ખૂણે પ્રસરાવી, સેંકડો એવોર્ડથી પ્રતિષ્ઠિત આ મંદિરો પ્રસરાવી રહ્યા છે શાંતિ, પ્રેમ, સંવાદિતા અને સમાજ-સેવાની સુવાસ.
  • 2000માં ગિનીઝ બુક દ્વારા પ્રમુખસ્વામી મહારાજને સૌથી વધુ હિન્દુ મંદિરોનું  સર્જન  કરવા બદલ ‘માસ્ટર બિલ્ડર’ તરીકે નવાજવામાં આવ્યા હતા. 2007માં ગિનીઝ બુક દ્વારા પ્રમુખસ્વામી મહારાજને સૌથી વધુ હિન્દુ મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા કરવા માટે પુનઃ એવોર્ડ એનાયત થયો હતો.
  • 2007 માં ગિનીઝ બુક દ્વારા દિલ્લી સ્વામિનારાયણ  અક્ષરધામને ‘વિશ્વના સૌથી મોટા સર્વાંગસંપૂર્ણ હિન્દુ મંદિર’ તરીકે નવાજવામાં આવ્યું હતું.
  • 1998માં રીડર્સ ડાઈજેસ્ટ દ્વારા લંડન નિઝડન સ્વામિનારાયણ મંદિરને ‘70 મોડર્ન વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ’ માં પણ સ્થાન આપવામાં આવ્યું હતું.
  • પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પ અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય નિશ્રામાં વિશ્વભરમાં થઈ રહ્યું છે અનુપમ દીપમાળ સમાન મંદિરોનું સર્જન.
  • અબુધાબીમાં નિર્માણાધીન અજોડ BAPS હિન્દુ મંદિરની સાથે ન્યૂજર્સી અક્ષરધામ, સુરત અક્ષરધામ તેમજ પેરિસ, જોધપુર, જોહાનિસબર્ગ, અમદાવાદ સાથે વિશ્વના અનેક શહેરોમાં રચાઇ રહેલાં BAPS હિન્દુ મંદિરો કરી રહ્યા છે સર્વતોમુખી સમાજ-ઉત્કર્ષનું અદ્ભુત કાર્ય.
આ પણ વાંચો - 'મંદિર ગૌરવ દિન' સંધ્યા સભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBAPSGujaratGujaratFirstPrakhamSwamiMaharajPramukhSwamiMaharajNagarPSM100ShatabdiMahotsavTemplePrideDay
Next Article