Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્રમુખસ્વામી મહારાજના 12 વર્ષ પહેલાં દર્શન કર્યા ત્યારે સાક્ષાત ભગવાનના દર્શન જેવી અનુભૂતિ થઈ હતી: ગુજરાત ફર્સ્ટ ચેનલ હેડ

BAPSસંગીતજ્ઞ સંતવૃંદ દ્વારા કીર્તનભક્તિની વિશિષ્ટ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં અનેકવિધ લોક કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવા છતાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ પરાભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ હતા. નિરંતર ભક્તિમય રહેતા પ્રમુખસ્વામી મહારાજ  તો કથા અને અને કીર્તનના પરમ અનુરાગી હતા. તેઓ વારંવાર કહેતા: કથા અને કીર્તન તો આત્માનો ખોરાક છે. તેઓ હમેંશા કથા-સત્સંગ-ભક્તિ-કીર્તà
પ્રમુખસ્વામી મહારાજના 12 વર્ષ પહેલાં  દર્શન કર્યા ત્યારે સાક્ષાત ભગવાનના દર્શન જેવી અનુભૂતિ થઈ હતી  ગુજરાત ફર્સ્ટ ચેનલ હેડ
Advertisement
BAPSસંગીતજ્ઞ સંતવૃંદ દ્વારા કીર્તનભક્તિની વિશિષ્ટ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં અનેકવિધ લોક કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવા છતાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ પરાભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ હતા. નિરંતર ભક્તિમય રહેતા પ્રમુખસ્વામી મહારાજ  તો કથા અને અને કીર્તનના પરમ અનુરાગી હતા. તેઓ વારંવાર કહેતા: કથા અને કીર્તન તો આત્માનો ખોરાક છે. તેઓ હમેંશા કથા-સત્સંગ-ભક્તિ-કીર્તનને અમૃત કહેતા. તેઓ એ અમૃતને દિવસ-રાત માણતા, અને સૌને તેમાં રમમાણ રહેવાનો વારંવાર અનુરોધ કરતા.એટલે  જ તેઓના શતાબ્દી  મહોત્સવના ઉપક્રમે  બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ‘અક્ષર અમૃતમ્વિશિષ્ટ એપ્લિકેશન બનાવવામાં આવી, જેમાં કુલ 2000 કરતાં વધારે કીર્તન, 900 કરતાં વધુ કથા અને 6000થી વધુ ઓડિયો બુક્સ ટ્રેકસ વગેરે મળીને આશરે 9000 જેટલા ઓડિયો ટ્રેક્સ નિ:શુલ્ક  ઉપલબ્ધ છે
ગુજરાત ફર્સ્ટના  ચેનલ હેડ અને એડિટર શ્રીવિવેક ભટ્ટે જણાવ્યું
આ કાર્યક્રમ ઐતિહાસિક થઈ રહ્યો છે.ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી અને મહંતસ્વામી મહારાજના સંકલ્પથી આ મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઇ રહ્યો છે અને અમે પણ તેને સુઆયોજિત રીતે પ્રસારિત કરી શક્યા. પ્રમુખસ્વામી મહારાજના 12 વર્ષ પહેલાં  દર્શન કર્યા ત્યારે સાક્ષાત ભગવાનના દર્શન જેવી અનુભૂતિ થઈ હતી. 
ભારતીય સંસ્કૃતિને મીડિયાના માધ્યમથી કેવી રીતે પ્રસારિત કરી શકાય અને જીવિત રાખી શકાય તેની પ્રેરણા પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજ પાસેથી મળી. અમારા એક રિપોર્ટરે કહ્યું કે મારા હૃદયમાં સતત  સ્વામિનારાયણ ભગવાનનું  સ્મરણ ચાલે છે બીજી વ્યક્તિએ કહ્યું કે મારા ગુટકા પહેલા જ દિવસે છૂટી ગયા ત્રીજા રિપોર્ટરે કહ્યું કે હું ન્યૂઝમાં પણ એવા પ્રયત્ન કરીશ કે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો કેવી રીતે જાળવી શકાય તેવી  આશા વ્યક્ત  કરી  છે. 
ગુજરાત ફર્સ્ટ પરિવારના અનેક લોકોના જીવન પરિવર્તન આ મહોત્સવના પ્રતાપે થઈ ગયા. મને મીડિયા જગતમાં 21 વર્ષ થયા, અને  ઘણા સ્ટ્રેસમાં કામ કર્યું છે, પણ આટલા મોટા 600 એકરમાં મહોત્સવના કવરેજમાં મને બિલકુલ સ્ટ્રેસનો અનુભવ થયો નથી. આ મહોત્સવ ન ભૂતો ન ભવિષ્યતિ છે. અકલ્પનીય છે, અદ્વિતીય છે. બીજું કોઈ આવો કોઈ ઉત્સવ ભવિષ્યમાં કરી શકશે તો તે  BAPS જ કરી શકશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×