Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bharuch: દ્વારકા દર્શન કરી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, માતા-પુત્રનું મોત, અન્ય ઇજાગ્રસ્ત

દ્વારકા દર્શન કરી સુરત પરત ફરી રહેલા આંબોલીયા પરિવારની ઈકો કાર ભરૂચના કેલોદ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ઉભેલા ટ્રેઈલર પાછળ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં માતા અને ૧૨ વર્ષના પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે સૃષ્ટિ, મનોજ અને સોનલ સહિતના અન્ય લોકો ગંભીર ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે.
bharuch  દ્વારકા દર્શન કરી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત  માતા પુત્રનું મોત  અન્ય ઇજાગ્રસ્ત
Advertisement

Bharuch Accident: ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે ભરૂચ નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે (Delhi-Mumbai Expressway) પર એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. યાત્રાધામ દ્વારકા (Dwarka) ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને અત્યંત આનંદ સાથે સુરત (Surat) પરત ફરી રહેલા એક કમનસીબ પરિવારને કાળ આંબી ગયો હતો. સુરતનો આંબોલીયા પરિવાર પોતાની ઈકો કાર લઈને પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન ભરૂચના કેલોદ ગામ (Kelod Village) નજીક હાઈવે પર પાર્ક કરેલા એક મોટા વાહને આ હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી હતી.

Tags :
Advertisement

.

×