Bharuch: ચાલુ બસમાં મહિલા સામે પેન્ટની ચેન ખોલી કરી ગંદી હરકત, મહિલાએ હોબાળો મચાવી પોલીસને હવાલે કર્યો!
Bharuch: ભરૂચથી જંબુસર જતી સરકારી બસમાં સ્તંભેશ્વર મહાદેવ કાવડ જળાભિષેક કરવા જતી મહિલા સામે પેન્ટની ચેન ખોલી અશ્લીલ હરકત કરનાર ટંકારી ગામના હનીફ અબ્દુલ્લા અંગૂઠિયાને ઝડપી લેવાયો છે. મહિલાએ જંબુસર બસ સ્ટેન્ડે પોલીસ બોલાવી ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને જેલભેગો કર્યો છે.
Advertisement
Bharuch: પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક યાત્રાએ નીકળેલી એક મહિલા ભક્ત સાથે સરકારી એસટી બસ (Gujarat GSRTC Bus)માં શરમજનક અને વિકૃત છેડતીનો બનાવ સામે આવ્યો છે. ભરૂચથી જંબુસર તરફ જઈ રહેલી બસમાં સવાર થઈને સુપ્રસિદ્ધ કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે કાવડ યાત્રામાં જળાભિષેક કરવા જઈ રહેલી મહિલા સામે સહપ્રવાસી શખ્સે અશ્લીલ ચેનચાળા કર્યા હતા. મહિલાની સતર્કતા અને હિંમતને પગલે બસ સ્ટેન્ડ પર હોબાળો મચાવી તાત્કાલિક પોલીસને બોલાવી વિકૃત આરોપી હનીફ અબ્દુલ્લા અહેમદ અંગૂઠિયાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે.

