Bharuch Jumma Masjid Controversy: મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? હાઈકોર્ટમાં આ તારીખે સુનાવણી
Bharuch ની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં જૈન તીર્થંકરોની પ્રતિમાઓ હોવાના દાવાને લઈને વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. જૈન અરજદારોએ મસ્જિદને પ્રાચીન જૈન તીર્થ તરીકે માન્યતા આપવા, પૂજાની મંજૂરી અને પ્રતિમાઓના સંરક્ષણની માગ કરી છે. હાઈકોર્ટે પુરાતત્વ વિભાગનો જવાબ માગ્યો છે. આગામી 13 ઓક્ટોબરની સુનાવણીમાં કોર્ટના વલણ પર સૌની નજર રહેશે. બંને પક્ષોની રજૂઆતો મહત્વપૂર્ણ બનશે અને ચર્ચા આગળ વધશે.
Advertisement
Bharuch Jumma Masjid Controversy: ભરૂચ જિલ્લાની ઐતિહાસિક જુમ્મા મસ્જિદને લઈને ચાલી રહેલો ધાર્મિક વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. મસ્જિદ પરિસરમાં જૈન ધર્મના 19મા તીર્થંકર ભગવાન મલ્લિનાથ અને ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાઓ હોવાના દાવા સાથે જૈન સમાજના અરજદારોએ ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ મામલે આગામી 13 ઓક્ટોબરે સુનાવણી યોજાવાની હોવાથી બંને પક્ષોની નજર હાઈકોર્ટની કાર્યવાહી પર મંડાઈ છે.

