Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bharuch : રજવાડી ચાની દુકાનમાંથી 96 ગ્રામ અફીણ જપ્ત, સંચાલકની ધરપકડ, ચામાં ભેળસેળની આશંકાથી ચકચાર

ભરૂચમાં એક જાણીતી ચાની દુકાન પર થયેલી SOGની કાર્યવાહીએ અનેક સવાલો ઊભા કર્યા છે. દુકાનમાંથી નશીલો પદાર્થ મળ્યાની માહિતી બાદ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ આ મામલો માત્ર જપ્તી પૂરતો સીમિત રહ્યો નથી. ચાની ગુણવત્તા અને ગ્રાહકોની સુરક્ષા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
bharuch   રજવાડી ચાની દુકાનમાંથી 96 ગ્રામ અફીણ જપ્ત  સંચાલકની ધરપકડ  ચામાં ભેળસેળની આશંકાથી ચકચાર
Advertisement

ભરૂચ (Bharuch): ભરૂચ શહેરમાં બાયપાસ ચોકડી નજીક આવેલી રજવાડી ચાની દુકાન પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અફીણનો જથ્થો મળી આવ્યો હોવાની માહિતી સામે આવી છે. મળેલી વિગતો અનુસાર, પોલીસે દુકાનમાંથી 96 ગ્રામ અફીણ (Opium) જપ્ત કરીને સંચાલક નરેશ પાટીદારની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા અફીણની અંદાજિત કિંમત રૂપિયા 48 હજાર જણાવવામાં આવી છે. આ ઘટનાને પગલે ચાની દુકાનોમાં નશીલા પદાર્થોના ઉપયોગ અંગે સવાલો ઊભા થયા છે.

Tags :
Advertisement

.

×