વર્ષમાં સૌથી મહત્ત્વની કોઇ રત્રિહોય તો તે શિવરાત્રિ છે. હિંદુ ધર્મ શાસ્ત્રો અનુસાર આદિ દેવ શંકર સૌથી જલ્દી પ્રસન્ન થતાં દેવ છે. મહાશિવરાત્રિના ચારપ્રહરની વિશેષ પૂજાનું સવિશેષ મહત્ત્વ છે. આજના દિવસે મંદિરોમાં લધુ રુદ્ર, બિલિપત્ર, આંકડા અને ધતૂરો સાથે ભાવિકો ભોળાનાથનું પૂજન અર્ચન કરે છે. મહાશિવરાત્રિની રાત્રિપૂજા વિશેષ ફળદાયી હોય છે. આજના દિવસે ભગવાન શંકરના આ વિશે મંત્ર સાથે આ સમયમાં કરેલી પૂજા અનેકગણું ફળ આપે છે.આજના દિવસે શિવપંચાક્ક્ષર સ્ત્રોત, શિવ મહિમન સ્ત્રોત અને શિવતાંડવ સ્ત્રોતનું શ્રવણ ચિંતન વિશેષ ફળદાયી છે. શિવરાત્રિ પૂજનના વિશેષ મૂહુર્તપ્રથમ પહરની પૂજા - 1 માર્ચ, 2022 સાંજે 6:21 થી 9:27 સુધી.2: બીજા અર્ધની પૂજા- 1 માર્ચની રાત્રે 9:27 મિનિટથી 12:33 મિનિટ સુધી.3: ત્રીજા પ્રહરની પૂજા- 1લી માર્ચ બપોરે 12:33 વાગ્યાથી સવારે 3:39 વાગ્યા સુધી.4: ચોથા પ્રહરની પૂજા- 2 માર્ચે સવારે 3:39 થી 6:45 સુધી.કેવી રીતે કરશો દેવાધિદેવ મહાદેવની પૂજાશિવની રાત્રે ભગવાન શંકરને પંચામૃતથી સ્નાન કરાવો. કેસર મિશ્રિત જળથી 8 લોટાનો અભિષેક કરો.આખી રાત ઘીનો દીવો પ્રગટાવો જોઇએ. શિવલિંગને ચંદનનું તિલક લગાવો. ત્રણ,પાંત કે સાત બિલિપત્રબિલ્વાષ્ટક મંત્ર સાથે ચડાવવા જોઇએ. આજનીપૂજામાં 101,1001 કે એક લાખ બિલીપત્ર ચઢાવવાનો પણ ભક્તોમાં મહિમા છે. શિવજીને ધતુરાનું પુષ્પ,જાયફળ, કમળપુષ્પ કે કમળકાકડી પણ પ્રિય છે. તેથી શિવપૂજામાં આ દ્રવ્યો સાથે મહાદેવજીનું પૂજન અર્ચન કરવું જોઇએ. શિવજીને ફળ,મિઠાઇ, સૂકો મેવો ઘરાવવો. ત્યારબાદ આરતી કરીને છેલ્લે કેસરયુક્ત દૂધમાં ખીર બનાવી ભગવાનને ધરાવવી અને આ પ્રસાદ નાના બાળકોને આપવો જોઇએ. ભગવાન શંકરની પૂજન વિધિ ષોડ્સ મંત્રોચ્ચારથી કરવી જોઇએ.સાથે જ મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરી શકો છો. જો તે શક્ય ન હોય તો આ મંત્રમાથી કોઇ એક મંત્રનો 108 વાર પાઠ કરવાથી ભક્તોને મનવાંચિત ફળની પ્રાપ્તિ થાય છે. મંત્ર - ऊँ त्र्यंबकम् यजामहे सुगंधिम् पुष्टिवर्द्धनम्। ऊर्वारुकमिव बंधनात, मृत्योर्मुक्षिय मामृतात्।। આ છે ચમત્કારિક શિવ મંત્ર1. ઓમ શિવાય નમઃ2. ઓમ સર્વાત્મને નમઃ3. ઓમ ત્રિનેત્રાય નમઃ4. ઓમ હરાય નમઃ5. ઓમ ઇન્દ્રમુખાય નમઃ6. ઓમ શ્રીકંઠાય નમઃ:7. ઓમ વામદેવાય નમઃ8. ઓમ તત્પુરુષાય નમ9.ઓમ ઈશાનાય નમઃ10. ઓમ અનંતધર્માય નમઃ:11. ઓમ જ્ઞાનભૂતાય નમઃ:12. ઓમ અનંતવૈરાગ્યસિંધાય નમઃ:13. ઓમ પ્રધાનાય નમઃ:14. ઓમ વ્યોમાત્ને નમઃ:15. ઓમ મહાકાલાય નમઃ:16 શિવ ગાયત્રી મંત્રઃ ઓમ તત્પુરુષાય વિદ્મહે, મહાદેવાય ધીમહિ, તન્નો રુદ્ર પ્રચોદયાત્.17. ઓમ હ્રીં નમઃ શિવાય હ્રીં ઓમ.18. ઓમ નમઃ શિવાય19 ઓમ એંમ હ્રી શિવગૌરીમય હ્રીં એં ઉં20 ઓમ આશુતોષાય નમ: