Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar: જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થતા 3 લોકો દબાયા, એકનું સારવાર દરમિયાન મોત

Bhavnagar: ભાવનગરમાં મકાન પડતા 3 લોકો દબાયા હતા. જેમાં એકનું સારવાર દરમિયાન મોત થયુ છે. જેમાં આનંદનગર વિસ્તારમાં ત્રણ માળનું જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થયુ હતુ. પોલીસ, ફાયર, PGVCL, 108ની ટીમ ઘટના સ્થળે મોડી રાતથી હાજર
bhavnagar  જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થતા 3 લોકો દબાયા  એકનું સારવાર દરમિયાન મોત
Advertisement
  • Bhavnagar: આનંદનગર વિસ્તારમાં ત્રણ માળનું જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થયુ હતુ
  • પોલીસ, ફાયર, PGVCL, 108ની ટીમ ઘટનાસ્થળે મોડી રાતથી હાજર
  • ફાયર વિભાગ દરમિયાન રેસ્ક્યુ કરી મહિલા અને યુવકને બચાવ્યા

Bhavnagar: ભાવનગરમાં મકાન પડતા 3 લોકો દબાયા હતા. જેમાં એકનું સારવાર દરમિયાન મોત થયુ છે. જેમાં આનંદનગર વિસ્તારમાં ત્રણ માળનું જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થયુ હતુ. પોલીસ, ફાયર, PGVCL, 108ની ટીમ ઘટના સ્થળે મોડી રાતથી હાજર છે. તેમજ ફાયર વિભાગ દરમિયાન રેસ્ક્યુ કરી મહિલા અને યુવકને બચાવ્યા છે. મનપા કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ત્રણ માળીયા બિલ્ડીંગ અચાનક ધરાશયી થતા ત્રણ લોકો દબાયા

શહેરના આનંદનગર વિસ્તારમાં મકાન ધરાશાયી થયુ છે. આનંદનગરના ગુણાતીતનગરમાં ત્રણ માળીયા બિલ્ડીંગ અચાનક ધરાશયી થતા ત્રણ લોકો દબાયા હતા. જેમાંથી એકનું મોત થયું છે. લાંબા સમયથી જર્જરીત બિલ્ડીંગ હોઈ તેને તંત્ર દ્વારા નોટિસ આપી નળ અને લાઈટ કનેક્શન કટ કરી દેવાયા સહીતની કાર્યવાહી કરાઈ હતી. તેવામાં રાત્રીના અચાનક ધડાકાભેર ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશયી થતા 3 લોકો નીચે દબાતા ફાયર, પોલીસ, 108, PGVCL સહીતની ટીમ ઘટના સ્થળે પહોચી રેસ્ક્યુ કામગિરી હાથ ધરી હતી. ફાયર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કરી એક પુરુષ અને એક મહિલાને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા.

Advertisement
Advertisement

Bhavnagar: અવાજ એટલો પ્રચંડ હતો કે લોકો ઘરની બહાર દોડી આવ્યા

મકાનમાં એક યુવાન નીચે કાટમાળમાં ઊંડે સુધી ફસાઈ જતા ત્રણથી ચાર કલાકની ભારે જહેનત બાદ રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાને પગલે જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવનનું સસારવાર દરમિયાન હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું છે. આનંદનગર વિસ્તારમાં છેલ્લા બસસ્ટેન્ડ પાસે હાઉસીંગ બોર્ડ વસાહતનું ત્રણ માળનું જર્જરીત મકાન મોડીરાત્રે ધડાકા સાથે તૂટી પડયુ હતું. અવાજ એટલો પ્રચંડ હતો કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ઘટનામાં એક યુવાનનું મોત થયુ છે.

Advertisement

આ પણ વાંચો: Gujarati Top News : આજે 14 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×