Botad: 'ન્યાય નહીં મળે તો 1 લાખ કોળી સમાજ યોજશે મહાસંમેલન' નવનીતભાઇને ન્યાય અપાવવા શું છે આયોજન?
- Botad ના તરઘરા ગામે યોજાયો કોળી સમાજનો સન્માન સમારોહ
- ભાવનગરના બગદાણાની ઘટનાને લઈ કરાઈ મોટી જાહેરાત
- મહાસંમેલનમાં નવનીતભાઈને ન્યાય માટે કરવામાં આવશે માંગ
Botad Koli Samaj: ગુજરાતના સામાજિક અને રાજકીય ફલક પર કોળી સમાજ ફરી એકવાર અન્યાય સામે અવાજ ઉઠાવી રહ્યો છે. બોટાદ જિલ્લાના તરઘરા ગામે (Targhara village) આયોજિત કોળી સમાજ (Koli Samaj) ના ભવ્ય સન્માન સમારોહમાં ભાવનગરના બગદાણા (Bagdana) ની ઘટનાના પડઘા પડ્યા હતા. આ મંચ પરથી સમાજના અગ્રણીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો નવનીતભાઈને ન્યાય નહીં મળે, તો આગામી દિવસોમાં બોટાદની ધરતી પર કોળી સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાશે.
Botad થી ન્યાયની લડાઈ માટે રણશિંગુ!
તરઘરા ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા માંધાતા ગ્રુપના પ્રમુખ મયુરભાઈ જમોડે (Mayurbhai Jamod) એક મહત્વની અને આક્રમક જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બગદાણાની ઘટનામાં નવનીતભાઈ સાથે જે અન્યાય થયો છે તે સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે. જો તંત્ર દ્વારા યોગ્ય તપાસ અને ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તરઘરા ગામે જ કોળી સમાજનું પ્રથમ મોટું મહાસંમેલન બોલાવવામાં આવશે. આ સંમેલનમાં અંદાજે 1 લાખથી વધુ સમાજના લોકો એકઠા થઈ પોતાનો વિરોધ નોંધાવશે.
સમાજની એકતા પર ભાર
આ સન્માન સમારોહમાં એક મજબૂત રાજકીય પ્લેટફોર્મ પણ સાબિત થયો હતો. કાર્યક્રમમાં બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા (Umeshbhai Makwana) પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા અને પૂંજાભાઈ વંશ જેવા મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નેતાઓએ એકસૂરે સમાજની એકતા પર ભાર મૂક્યો હતો અને બગદાણાની ઘટનામાં પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ Bhavnagar: નવનીતભાઈ બાલધિયાને હોસ્પિટલમાંથી રજા, આવતીકાલે આરોપીઓનું શું થશે?


