Aatmanirbhar Hanol Mahotsav : ભાવનગરમાં શિવરાજસિંહ અને મનસુખભાઈ મન મૂકીને ઝૂમ્યા, જુઓ વીડિયો
- હણોલ ગામે 'આત્મનિર્ભર હણોલ મહોત્સવ'ની શાનદાર ઉજવણી
- ઉજવણીના ભાગરૂપે ગામમાં ભવ્ય જુવારા યાત્રા યોજાઈ
- મંત્રી શિવરાજસિંહ અને મનસુખભાઈભાઈ માંડવિયાએ લીધી ગરબાની મજા
- નિમુબેન બાંભણિયા અને જીતુભાઈ વાઘાણી પણ જોડાયા
- ગ્રામજનો સાથે નેતાઓએ દેશી ઢોલના તાલે જમાવટ કરી
Aatmanirbhar Hanol Mahotsav : ભાવનગર જિલ્લાનું નાનકડું હણોલ ગામ આજે રાષ્ટ્રીય ફલક પર ચમકી ઉઠ્યું હતું. ગામમાં આયોજિત 'આત્મનિર્ભર હણોલ મહોત્સવ' (Atmanirbhar Hanol Mahotsav) નિમિત્તે દિલ્હીથી કેન્દ્રીય મંત્રીઓના કાફલાએ ગામની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે માત્ર વિકાસની વાતો જ નહીં, પરંતુ લોકઉત્સવનો અનોખો નજારો જોવા મળ્યો હતો, જેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan) અને શ્રમ મંત્રી મનસુખભાઈ માંડવિયા (Mansukh Mandaviya)એ ગ્રામજનો સાથે પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી હતી.
Union Minister Shivraj Singh Chouhan અને Union Minister Mansukhbhai Mandaviya એ માણી ગરબાની મજા | Gujarat First
ભાવનગરમાં હણોલ ગામમાં આત્મનિર્ભર હણોલ મહોત્સવની ઉજવણી
ઉજવણીના ભાગરૂપે ગામમાં જુવારા યાત્રાનું આયોજન
ગામના ચોકમાંથી શરૂ થયેલી જુવારા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો… pic.twitter.com/1ekxJa0t7P— Gujarat First (@GujaratFirst) January 13, 2026
Aatmanirbhar Hanol Mahotsav : ગ્રામજનોનો ઉત્સાહ
આત્મનિર્ભર હણોલ મહોત્સવના ભાગરૂપે ગામમાં ભવ્ય જુવારા યાત્રા (Juvara Yatra)નું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના ચોકમાંથી નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, મહિલાઓ અને યુવાનો જોડાયા હતા. ઢોલ-નગારાના તાલે નીકળેલી આ યાત્રાએ સમગ્ર ગામમાં ભક્તિમય અને ઉત્સવનું વાતાવરણ સર્જી દીધું હતું. હણોલ ગામ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા (Mansukh Mandaviya) દ્વારા દત્તક લેવાયેલું 'સાંસદ આદર્શ ગામ' (Sansad Adarsh Gram) હોવાથી અહીં વિકાસ અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળ્યો હતો.
શિવરાજસિંહ ચૌહાણ અને મનસુખભાઈભાઈ માંડવિયા ગરબે ઘૂમ્યા
કાર્યક્રમની સૌથી આકર્ષક પળ ત્યારે સર્જાઈ જ્યારે મંચ પર અને યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ પોતાને રોકી શક્યા નહીં. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan) ગુજરાતના રંગમાં રંગાઈ ગયા હતા. તેમણે મનસુખભાઈ માંડવિયા (Mansukh Mandaviya) સાથે મળીને તાળીઓના તાલે દેશી ગરબાની મજા માણી હતી. સામાન્ય રીતે ગંભીર મુદ્રામાં જોવા મળતા નેતાઓને આ રીતે મુક્ત મને ઝૂમતા જોઈને ગ્રામજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
વિકાસ અને સંસ્કૃતિનો સંગમ
આ પ્રસંગે માત્ર બે કેન્દ્રીય મંત્રીઓ જ નહીં, પરંતુ રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા (Nimuben Bambhaniya) અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી (Jitubhai Vaghani) પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ જુવારા યાત્રામાં ભાગ લીધો હતો અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અર્થતંત્રને આત્મનિર્ભર બનાવવાનો અને ગામડાના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનો છે. શિવરાજસિંહ ચૌહાણે આ તકે હણોલ ગામના વિકાસ મોડેલની પ્રશંસા પણ કરી હતી.
આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વતન માણસાનું ઋણ ચૂકવ્યું, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને આઈકોનિક રોડની ભેટ


