Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : મદ્રેશાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું, મોબાઇલમાંથી ખુફિયા જાણકારી મળી!

વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપ મળતાં પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી
amreli   મદ્રેશાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું  મોબાઇલમાંથી ખુફિયા જાણકારી મળી
Advertisement
  • અમરેલી SOGએ એક શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પૂછપરછ શરૂ કરી
  • વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપ મળ્યા
  • મૌલાના અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી હોવાની વિગતો

Amreli : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશ સાથે ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. જેમાં અમરેલી SOGએ એક શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પૂછપરછ શરૂ કરી છે. જેમાં તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપ મળતાં પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે. જેમાં અમરેલી જિલ્લાના મદ્રેશામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે.

મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસએ તપાસ શરૂ કરી

ધારી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરી મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસએ તપાસ શરૂ કરી છે. ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલ મદ્રેશામાં શંકાસ્પદ મૌલાના અંગે તપાસનો ધમધમાટ શરૂ થયુ છે. મૌલાના મોહમદફઝલ અબ્દુલઅજીજ શેખ મૂળ રહેઠાણ અંગે કોઈ પુરાવા નથી. તેમજ મોબાઈલ માંથી "પાકિસ્તાન"અને "અફઘાનિસ્તાન"ના સોશ્યલ મીડિયામાં ગ્રુપ મળી આવ્યા છે. તેમજ સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ (SOG)ની ટીમ દ્વારા મોબાઈલ કબ્જે લઈ ફોરેન્સિક તપાસ શરૂ કરી છે. પૂછપરછ દરમ્યાન મૌલાના અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી હોવાની વિગતો મળી છે. ત્યારે અમરેલી એસ.ઓ.જી.દ્વારા તપાસ શરૂ કરાઈ છે.

Advertisement

અટકાયત કરીને પૂછપરછ કરતા તેનું પાકિસ્તાની કનેક્શન હોવાનું લાગી રહ્યું છે

આ અંગે મળતી માહિતી મુજબ ધારીના હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહમદફઝલ અબ્દુલઅઝિઝ શેખ પર SOGને શંકા જતાં તેના આધાર પુરાવા માગ્યા હતા. જોકે, મૌલાનાએ કોઇ આધાર પુરાવા રજૂ ન કરતાં SOGએ ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ કરતાં તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે મૌલાના મોહમદફઝલ અબ્દુલઅઝિઝ શેખ સામે જાણવાજોગ દાખલ કરીને તેનો મોબાઇલ કબ્જે લઇને મોબાઇલની ઊંડાણ પૂર્વક તપાસ કરતાં મોબાઇલમાંથી સાત પાકિસ્તાન અને આફઘાનિસ્તાનના ગ્રુપ મળી આવ્યા છે. જેની પોલીસ હાલ તપાસ કરી રહી છે. આ કેસની તપાસ SOGના PI આર.ડી.ચૌધરી ચલાવી રહ્યા છે. આ અંગે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું છે કે, મૌલાનાની શંકાસ્પદ પ્રવૃતિઓ લાગતા તેની અટકાયત કરીને પૂછપરછ કરતા તેનું પાકિસ્તાની કનેક્શન હોવાનું લાગી રહ્યું છે. જોકે, હજી તેની પૂછપરછ ચાલુ છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat : રાજ્યમાં ભારે આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આ તારીખની અંબાલાલ પટેલની આગાહી

Tags :
Advertisement

.

×