Rajula માં 'કેરલા સ્ટોરી' જેવી સત્ય ઘટના? ભીની આંખે હાથ જોડી પિતાએ કહ્યું- 'મારી દીકરીને વિધર્મીની જાળમાંથી છોડાવો'
Arvindbhai Parmar Viral Video: અમરેલીના રાજુલામાં પિતા અરવિંદભાઈ પરમારે પોતાની ૨૫ વર્ષની દીકરીને વિધર્મી યુવક ભગાડી ગયો હોવાનો આક્ષેપ કરતો વિડીયો વાયરલ કર્યો છે. તેમણે દીકરીનું બ્રેઈનવોશ થયું હોવાનું જણાવી સરકાર અને પોલીસ પાસે મદદ માંગી છે. 'કેરલા સ્ટોરી' જેવી ઘટનાનો ભય વ્યક્ત કરી તેમણે સમાજને આ લડતમાં જોડાવા અને દીકરીને પરત લાવવા વિનંતી કરી છે.
Advertisement
- અમરેલી જિલ્લાના રાજુલા (Rajula) પંથકની હૃદયદ્રાવક ઘટના
- 'લવ જેહાદ'ના આક્ષેપ સાથે પિતાનો કરુણ વિડીયો વાયરલ
- વિધર્મી યુવક દ્વારા ફસાવીને ભગાડી જવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ
- દીકરીનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હોવાનો કરુણ આક્ષેપ
- નેતાઓ અને પોલીસ પ્રશાસન પાસે મદદની ગુહાર
Rajula Love Jihad Allegation: અમરેલી (Amreli) જિલ્લાના રાજુલા (Rajula) પંથકમાં 'લવ જેહાદ' જેવી ગંભીર ઘટનાનો આક્ષેપ કરતો એક પિતાનો વિડીયો સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. રાજુલાના નાગરિક અરવિંદભાઈ માધુભાઈ પરમારે (Arvindbhai Madhubhai Parmar)પોતાની 25 વર્ષની દીકરીને એક વિધર્મી યુવક ભગાડી ગયો હોવાનો અને દીકરીનું બ્રેઈનવોશ (Brainwash) કરવામાં આવ્યું હોવાનો કરુણ આક્ષેપ કર્યો છે.

