Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Bagdana Controversy: બગદાણા વિવાદમાં વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ, નવનીતભાઇને મારવા....

Bagdana Controversy: બગદાણા વિવાદમાં નવનીત બાલધીયા હુમલા કેસ મુદ્દે કોળી સમાજ આક્રમક થયો છે. બગદાણામાં કોળી સમાજના બે યુવકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. બગદાણા મંદિર સામે જ યુવકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. જેમાં 15 આગેવાનોએ આત્મવિલોપનની ચીમકી આપતા 7ની અટકાયત કરવામાં આવી છે. તથા સેવક નવનીતભાઇને ન્યાય મળે તે માટે આપઘાતની ચીમકી ઉચ્ચારી હતી
bagdana controversy  બગદાણા વિવાદમાં વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ  નવનીતભાઇને મારવા
Advertisement
  • Bagdana Controversy: નવનીત બાલધીયા હુમલા કેસ મુદ્દે કોળી સમાજ આક્રમક થયો
  • PI અને Dy.SPની ભૂમિકા અંગે નવનીતભાઈએ મોટો ખુલાસો
  • ભાવનગરના બગદાણા વિવાદમાં વધુ એક આરોપીની ધરપકડ

Bagdana Controversy: બગદાણા વિવાદમાં નવનીત બાલધીયા હુમલા કેસ મુદ્દે કોળી સમાજ આક્રમક થયો છે. બગદાણામાં કોળી સમાજના બે યુવકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. બગદાણા મંદિર સામે જ યુવકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. જેમાં 15 આગેવાનોએ આત્મવિલોપનની ચીમકી આપતા 7ની અટકાયત કરવામાં આવી છે. તથા સેવક નવનીતભાઇને ન્યાય મળે તે માટે આપઘાતની ચીમકી ઉચ્ચારી હતી. તથા ગીતાબેન મેર સહિત સાત લોકોની બગદાણા પોલીસે અટકાયત કરી છે.

બગદાણા વિવાદમાં વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ

બગદાણા વિવાદમાં વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જેમાં નવનીતભાઇ અને આરોપીઓને મદદ કરનારા વચ્ચેની ઓડિયો ક્લિપ છે. આરોપીઓને હથિયારની મદદ કરનારા સાથે વાતચીતનો અંશ વાયરલ થયો છે. નવનીતભાઇને માર મારવા કોણે હથિયાર પૂરા પાડ્યા તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. તથા ગુજરાત ફર્સ્ટ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી.

Advertisement

Advertisement

Bagdana Controversy: ભાવનગર બગદાણા મામલે સેવક નવનીત બાલધિયાનું મોટું નિવેદન

ભાવનગર બગદાણા મામલે સેવક નવનીત બાલધિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. નવનીત બાલધિયાએ જણાવ્યું છે કે આત્મવિલોપન ન્યાયનો માર્ગ નથી. SITની તપાસ ક્યાં પહોંચી તે અંગે સ્પષ્ટતા નથી. SITની અસ્પષ્ટતા કારણે સમાજમાં રોષ ફેલાયો હોવાનો દાવો છે.પોલીસની કામગીરી પર નવનીત બાલધિયાનાં ગંભીર આક્ષેપ છે.

PI અને Dy.SPની ભૂમિકા અંગે નવનીતભાઈએ મોટો ખુલાસો

PI અને Dy.SPની ભૂમિકા અંગે નવનીતભાઈએ મોટો ખુલાસો કર્યો છે. જેમાં PI ડાંગર અને Dy.SP રીમા ઝાલાને સહઆરોપી બનાવવાની માગ છે. PI ડાંગરને બદલી નહીં, સસ્પેન્ડ નહીં, ડિસમિસ કરવાની માગ છે. SIT સામે રજૂઆત સમયે તમામ પુરાવા આપવાનો દાવો છે. તથા શરૂઆતથી અંત સુધીના પુરાવા મારી પાસે છે. અત્યાર સુધીના પુરાવા પોલીસને આપી દીધા હોવાનો દાવો છે.

ભાવનગરના બગદાણા વિવાદમાં વધુ એક આરોપીની ધરપકડ

ભાવનગરના બગદાણા વિવાદમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નવનીત બાલધિયા કેસમાં SITએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. તથા અગાઉ નવનીતભાઇને માર મારનારા 8 લોકોની ધરપકડ કરાઇ છે. વધુ એક આરોપી કાના ભીખા કામળિયાની SIT એ ધરપકડ કરી છે. છેલ્લા ત્રણ દિવસથી SIT ટીમ તળાજાના ગામોમાં તપાસ કરી રહી છે. પાદરી ભમર અને કોદીયા ગામેથી વધુ એક આરોપીની ધરપકડ કરતા ચકચાર મચી છે.

આ પણ વાંચો: Gujarat Makar Sankranti 2026: રાજ્યમાં ઉત્તરાયણે પતંગની દોરીથી 5 જિંદગી કપાઇ

Tags :
Advertisement

.

×