Bhavnagar: નવનીતભાઈ બાલધિયાને હોસ્પિટલમાંથી રજા, આવતીકાલે આરોપીઓનું શું થશે?
- નવણિતભાઈ બાલાધિયાને હોસ્પિટલમાંથી રજા
- હુમલાના 8 આરોપીઓના વધુ રિમાન્ડ અંગે સુનાવણી થશે
- આરોપીઓ વિરુધ્ધ નવી કલમનો ઉમેરો કરાયો
જીવલેણ હુમલો અને 11 દિવસની હોસ્પિટલ દાખલ
ગત 29 ડિસેમ્બરના રોજ બગદાણામાં અજાણ્યા અને ઓળખીતા શખ્સો દ્વારા નવનીતભાઈ બાલધિયા (Navneet Baldhia) પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમને તાત્કાલિક ધોરણે મહુવાની હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ નાજુક હોવાથી 11 દિવસ સુધી ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. આજે તેમની તબિયતમાં સુધારો જણાતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
11 દિવસની સારવાર બાદ નવનીત બાલધિયાને હોસ્પિટલમાંથી મળી રજા | Gujarat First
ભાવનગર બગદાણાની બબાલમાં મહત્વના સમાચાર
ઈજાગ્રસ્ત નવનીત બાલધિયાને હોસ્પિટલમાં મળી રજા
કોળી સમાજના આગેવાન છે નવનીત બાલધિયા
29 ડિસેમ્બરે નવનીત બાલધિયા પર થયો હતો હુમલો
માયાભાઈ આહીરના પુત્ર પર લાગ્યો છે… pic.twitter.com/3z0vrh0NQH— Gujarat First (@GujaratFirst) January 8, 2026
SIT દ્વારા વધુ રિમાન્ડની માંગ, આવતી કાલે સુનાવણી
આ કેસની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. આજે SITની ટીમે ઝડપાયેલા 8 આરોપીઓને મહુવા કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસ દ્વારા આ કેસના મૂળ સુધી પહોંચવા અને હુમલા પાછળના મુખ્ય કારણો અને કાવતરાને ખુલ્લું પાડવા માટે આરોપીઓના 'ફર્ધર રિમાન્ડ' (વધુ રિમાન્ડ)ની માંગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટમાં 'ફિક્સ ફોર હિયરિંગ' થતા આ મામલે હવે આવતીકાલે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ Bhavnagar: NSUI પ્રમુખની સાયબર ફ્રોડથી કમાણી, જાણો સમગ્ર મામલો
વધુ એક કલમનો ઉમેરો
આ કેસમાં કાયદાકીય ગાળિયો વધુ મજબૂત કરવામાં આવ્યો છે. અગાઉની કલમોની સાથે હવે આ કેસમાં IPC 120 મુજબની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ કલમના ઉમેરાથી એ સ્પષ્ટ થાય છે કે આ હુમલો માત્ર આવેગમાં આવીને કરવામાં આવેલી ઘટના નથી, પરંતુ તેની પાછળ પૂર્વ આયોજિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
Bhavnagar: આવતીકાલે કોર્ટ પર નજર
આવતીકાલે SIT ફરીથી કોર્ટ સમક્ષ હાજર થશે અને તમામ 8 આરોપીઓની રિમાન્ડ (Accused Reman) અરજી પર સુનાવણી થશે. કોળી સમાજ (Koli Samaj) ના આગેવાન પર થયેલા આ હુમલાને લઈને સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ Bhavnagar: મહુવા Dy.SP રીમા ઝાલાને હટાવ્યા, તળાજા Dy.SP નકુમને સોંપાયો ચાર્જ


