Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Bagdana Case: જેલમાં જયરાજ આહિરની હાલત કફોડી! VIP ટ્રીટમેન્ટના બદલે આ રીતે વિતાવવી પડી રહી છે રાત

Bagdana Case: બગદાણા (Bagdana) વિવાદ અને નવનીત બાલધિયા (Navneet Baldhiya) પર હુમલાના કેસમાં ધરપકડ કરાયેલ જયરાજ આહિર (Jayraj Ahir) ની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એક તરફ તે ભાવનગર જેલમાં સામાન્ય કેદીઓની જેમ દિવસો વિતાવી રહ્યો છે, તો બીજી તરફ કોળી સમાજે હીરા સોલંકીની આગેવાનીમાં સરકાર અને પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે.
bagdana case  જેલમાં જયરાજ આહિરની હાલત કફોડી  vip ટ્રીટમેન્ટના બદલે આ રીતે વિતાવવી પડી રહી છે રાત
Advertisement
  • બગદાણા (Bagdana) ના સેવક નવનીત પર હુમલાનો મામલો
  • જેલમાં જયરાજ આહિરની હાલત કફોડી
  • માયાભાઈ આહિરના નિવેદન પર પણ હીરાભાઈની પ્રતિક્રિયા
  • રાજકીય અને સામાજિક ગરમાવો તેજ થયો

Bagdana Case: બગદાણા (Bagdana) ના સેવક નવનીત બાલધિયા (Navneet Baldhiya) પર થયેલા હુમલાના મામલે શનિવારે જેલભેગા કરાયેલા જયરાજ આહિર (Jayraj Ahir) માટે જેલવાસ ઘણો કઠિન સાબિત થઈ રહ્યો છે. ભાવનગર (Bhavnagar) જિલ્લા જેલમાં બંધ જયરાજને હાલમાં કોઈ ખાસ સવલત આપવામાં આવી નથી, જ્યારે બહાર આ મુદ્દે રાજકીય અને સામાજિક ગરમાવો તેજ થયો છે.

જેલના ભોજન અને જનરલ બેરેક વચ્ચે જયરાજ

જેલના સૂત્રો અનુસાર, છેલ્લા ત્રણ દિવસથી જયરાજ આહિર જેલનું જ સાદું ભોજન લઈ રહ્યો છે. તેને હજુ સુધી કોઈ અલગ બેરેક ફાળવવામાં આવી નથી અને હાલ તેને જનરલ બેરેક માં રાખવામાં આવ્યો છે. જયરાજના પરિવારજનો દ્વારા જેલમાં ઘરનું ટીફિન મળે તે માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેને મંજૂરી મળી નથી. મહારાજ નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં મહુવા કોર્ટે તેને જેલ હવાલે કર્યો હતો.

Advertisement

કોળી સમાજની એકતાનો વિજય: હીરા સોલંકી

બીજી તરફ, સુરતમાં કોળી સમાજ દ્વારા એક આભાર વિધિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નિવેદન આપ્યું હતું કે, "જયરાજ આહિરની ધરપકડથી સમાજને ન્યાય મળ્યો છે. પોલીસે જે પણ પગલાં લીધા છે તે યોગ્ય છે."

Advertisement

આ સંમેલન દરમિયાન ઇજાગ્રસ્ત નવનીત બાલધિયાએ વીડિયો કોલ દ્વારા સુરતના કોળી સમાજનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે સમાજની એકતાને કારણે જ ન્યાય મળ્યો છે.

માયાભાઈ આહિરના નિવેદન પર પલટવાર

તાજેતરમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે આ વિવાદ અંગે પ્રતિક્રિયા આપી હતી, જેની સામે હીરા સોલંકીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, "માયાભાઈ કહે છે કે જે થયું તે સારું થયું, તો હું પણ કહું છું કે જે થઈ રહ્યું છે તે ઈશ્વરનો સંકેત છે અને તે સારા માટે જ છે. જે થશે તે પણ વાસ્તવિકતામાં સારું જ થશે. હવે આ કાયદાકીય લડાઈ છે અને પોલીસ પોતાની તપાસ પૂરી કરશે."

મુખ્યમંત્રી અને સરકારનો આભાર

હીરા સોલંકીએ આ મામલે સરકારની કામગીરીની પ્રશંસા કરતા મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે જે શંકા હતી તેનું સમાધાન થઈ ગયું છે અને સમાજની અપેક્ષા મુજબ સરકારે ન્યાયી કાર્ય કર્યું છે.

આ પણ વાંચો: Bank Strike: બેંકમાં જતા પહેલા આ સમાચાર જાણી લો! ગુજરાતના 80 હજાર કર્મચારી હડતાળ પર ઉતર્યા

Tags :
Advertisement

.

×