Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Bagdana Case Update : SIT એક્શનમાં, 17મી તારીખે શું થશે મોટો ધડાકો?

બગદાણામાં બનેલી ઘટના હવે માત્ર આરોપ-પ્રત્યારોપ પૂરતી સીમિત રહી નથી. SITની એન્ટ્રી સાથે જ તપાસનો રેલો હવે પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યો છે. 17મી તારીખ આ કેસ માટે અત્યંત નિર્ણાયક સાબિત થવાની છે. બે PIને સમન્સ પાઠવવામાં આવતા અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે. શું ઉચ્ચ અધિકારીઓની પૂછપરછમાં કોઈ ચોંકાવનારી વિગતો બહાર આવશે? આ કેસમાં પડદા પાછળ શું રંધાઈ રહ્યું છે?
bagdana case update   sit એક્શનમાં  17મી તારીખે શું થશે મોટો ધડાકો
Advertisement
  • નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં SIT એક્શનમાં
  • કેસની તપાસ કરતી SITએ બંને PIને સમન્સ પાઠવ્યા
  • બગદાણાના PI ડાંગર અને PI પટેલને SITએ પાઠવ્યા સમન્સ
  • કોળી સમાજની ન્યાયની પ્રબળ માગ વચ્ચે મહત્વનો ઘટનાક્રમ
  • 17 તારીખે IG ઓફીસે બંને PIને હાજર રહેવા પાઠવ્યા સમન્સ

Bagdana Case Update : ભાવનગર જિલ્લાના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના અત્યંત ચર્ચિત પ્રકરણમાં હવે પોલીસ તપાસનો ધમધમાટ તેજ થયો છે. કોળી સમાજમાં ભારે રોષ અને ન્યાયની પ્રબળ માંગ વચ્ચે, આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) હવે એક્શન મોડમાં આવી ગઈ છે. તપાસની આંચ હવે ખાખી વર્દી સુધી પહોંચતા પોલીસ બેડામાં પણ સોપો પડી ગયો છે.

Bagdana Case Update : બગદાણા કેસમાં SITની મોટી કાર્યવાહી

નવનીત બાલધિયા પર થયેલા હુમલા બાદ સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ મામલે ઉચ્ચ કક્ષાએથી SITની રચના કરવામાં આવી હતી. હવે આ તપાસ સમિતિએ કડક વલણ અપનાવતા કેસ સાથે સંકળાયેલા બે પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ને સમન્સ પાઠવ્યા છે. SIT દ્વારા લેવાયેલા આ પગલાંથી સ્પષ્ટ થાય છે કે તપાસ હવે તટસ્થ અને ઊંડાણપૂર્વક આગળ વધી રહી છે, જેમાં કોઈની પણ શેહશરમ રાખવામાં આવશે નહીં.

Advertisement

Bagdana Case Update : બંને PIને IG ઓફિસે હાજર રહેવા ફરમાન

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, SIT દ્વારા બગદાણા પોલીસ સ્ટેશનના PI ડાંગર અને PI પટેલને સત્તાવાર રીતે સમન્સ બજાવવામાં આવ્યા છે. આ બંને અધિકારીઓને આગામી 17મી તારીખે રેન્જ IGની કચેરીએ રૂબરૂ હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. તપાસ અધિકારીઓ દ્વારા આ બંને PIની પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે, જે આ કેસમાં મહત્વની કડી સાબિત થઈ શકે છે.

Advertisement

કોળી સમાજનો આક્રોશ અને ન્યાયની માગ

આ ઘટનામાં ભોગ બનનાર નવનીત બાલધિયા કોળી સમાજના હોવાથી, સમગ્ર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સતત માંગ કરવામાં આવી રહી છે. કોળી સમાજના દબાણ અને ન્યાય માટેના સંઘર્ષના કારણે જ તંત્ર હરકતમાં આવ્યું છે અને SITની કામગીરી વેગવંતી બની છે.

જયરાજ આહીર પર ગંભીર આરોપો

આ સમગ્ર પ્રકરણમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનું નામ આરોપી તરીકે સામે આવ્યું છે. જયરાજ આહીર પર નવનીત બાલધિયાને માર મારવાનો આરોપ છે. હાઈપ્રોફાઈલ નામ સંકળાયેલું હોવાથી આ કેસ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જ્યારે પોલીસ અધિકારીઓને સમન્સ પાઠવવામાં આવ્યા છે, ત્યારે આગામી દિવસોમાં આ કેસમાં નવા વળાંકો આવે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં.

આ પણ વાંચો : jamnagar: 100 ફૂટ ઊંચાઈએથી પેરાશૂટ સાથે વીજ વાયરમાં ફસાયો યુવક!

Tags :
Advertisement

.

×