Bagdana Controversy: કોળી સમાજની લીગલ ટીમ બગદાણા પહોંચી, નવનીત બાલધિયાએ હવે શું કહ્યું?
- બગદાણાના સેવક નવનીતભાઈને માર મારવાનો મામલો
- કોર્ટે તમામ 8 આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
- બગદાણાના બખેડાને લઈને નવનીત બાલધિયાનું નિવેદન
- SITની તપાસને લઈને નવનીતભાઈને ન્યાય મળવાની આશા
- કોળી સમાજની લીગલ ટીમ નવનીતભાઈના નિવાસે પહોંચી
- પીડિત નવનીતભાઈએ લીગલ ટીમ સમક્ષ કરી હુમલાની આપવીતી
Bagdana Controversy: ભાવનગર (Bhavanagar) જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં બગદાણામાં આશ્રમ સેવક નવનીતભાઈ બાલધિયા (Navneet Baldhiya) પર થયેલા હુમલા અને વિવાદે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. આ ઘટનાની તપાસ માટે સરકારે SITની રચના કરી છે. ત્યારે SITની ટીમે તમામ 8 આરોપીઓને મહુવા કોર્ટ સમક્ષ રજૂ કરી ફર્ધર રીમાન્ડની માગ કરી હતી ત્યારે કોર્ટે તમામ 8 આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સમગ્ર કેસમાં જૂની IPC 120ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.
Bagdanaના સેવક નવનીતભાઈ પર થયેલા હુમલાનો મામલો | Gujarat First
કોળી સમાજની લીગલ ટીમ નવનીતભાઈના નિવાસે પહોંચી
પીડિત નવનીતભાઈએ લીગલ ટીમ સમક્ષ કરી હુમલાની આપવીત
કોળી સમાજ વકીલોની ટીમે બગદાણા ખાતે કર્યું પંચનામું
બગદાણા ઘટનાના સીસીટીવી ફૂટેજ તપાસવા લીગલ ટીમ સક્રિય
કોળી સમાજની લીગલ… pic.twitter.com/X2Kti2epRN— Gujarat First (@GujaratFirst) January 10, 2026
કોળી સમાજની લીગલ ટીમ આજે નવનીતભાઈના નિવાસે પહોંચી
કોળી સમાજની લીગલ ટીમ આજે નવનીતભાઈના નિવાસે પહોંચી હતી. અને પીડિત નવનીતભાઈએ લીગલ ટીમ સમક્ષ હુમલાની આપવીતી જણાવી હતી.જેમાં આ ઘટનામાં કોણ કોણ સામેલ છે તે તમામ મુદ્દે નવનીતભાઈ વાત કરી હતી. સંપૂર્ણ ઘટનાની આપવીતી લીગલ ટીમે પોતાનાના પંચાયતમાં લખી હતી. કોળી સમાજ વકીલોની ટીમે બગદાણા ખાતે સમગ્ર ઘટના કેવી રીતે બની તે તમામ પાસાઓથી લીગલ ટીમે જાતે પાંચનામું કરી સ્થળ મુલાકાત કરી હતી. બગદાણા ઘટનાના સીસીટીવી ફૂટેજ તપાસવા લીગલ ટીમ સક્રિય થઈ છે. કોળી સમાજની લીગલ ટીમે ઘટનાના તમામ પાસા તપાસ્યા છે અને હુમલાના આરોપીઓના નામ નવનીતભાઈએ જણાવ્યા છે. બગદાણા હુમલાના સીસીટીવી અને સ્થળ તપાસ ટીમે કરી છે.
બગદાણાના બખેડાને લઈને પીડિત નવનીત બાલધિયાનું નિવેદન
બીજી તરફ બગદાણાના બખેડાને લઈને પીડિત નવનીત બાલધિયાનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં બગદાણાના કેસમાં SITની રચના થયા બાદ તમમ આઠ આરોપીઓના ફરધર રીમાન્ડ ત્રણ દિવસ ના મંજુર થયા તેના થી નવનીત ભાઈને ન્યાયની આશા જાગી છે. SITની તપાસને લઈને નવનીતભાઈને ન્યાય મળવાની આશા છે.નવનીત ભાઈ એ કહ્યું કે મને વિશ્વાસ મુખ્ય આરોપી નું નામ SIT ઉમેરે તેવી માંગ છે વધુમાં તેમણે કહ્યું કે, જે આરોપીઓ પકડ્યા છે એ તો માત્ર સાગરિતો છે,મુખ્ય આરોપીને તો પકડવામા જ નથી આવતો, નવનીત ભાઈ કહ્યું કે અગાઉ પોલીસ મુખ્ય આરોપીઓની સાથે હતી તેવો આક્ષેપ કર્યો હતો પરંતુ હવે સમાજના સાથ ના કારણે SIT તપાસ કરી રહી છે તેના પર પૂર્ણ વિશ્વાસ છે મને ન્યાય મળશે.
Bagdana Controversy | "SIT જે તપાસ કરી રહી છે તેના પર મને વિશ્વાસ છે" | Gujarat First
બગદાણાના સેવક નવનીત બાલધિયાને માર મારવાનો મામલો
બગદાણાના બખેડાને લઈને નવનીત બાલધિયાનું નિવેદન
SITની તપાસને લઈને નવનીતભાઈને ન્યાય મળવાની આશા
FIRમાં મુખ્ય આરોપીનું નામ ઉમેરાશે તેવી મને આશાઃ નવનીત… pic.twitter.com/jsY74wlJfI— Gujarat First (@GujaratFirst) January 10, 2026
શું છે સમગ્ર વિવાદ ?
આ વિવાદનું મૂળ બગદાણામાં આશ્રમ સેવક અને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધીયા પર થયેલા હુમલામાં છે. લોકગાયક માયાભાઈ આહિરના કાર્યક્રમમાં કરેલી ટિપ્પણીને સુધારવા માટે નવનીતભાઈએ વાંધો ઉઠાવ્યો હતો, જે બાદ તેમના પર જીવલેણ હુમલો થયો. નવનીતભાઈએ આરોપ લગાવ્યો કે માયાભાઈના પુત્ર જયરાજ આહિરે આ હુમલો કરાવ્યો છે.
આ પણ વાંચો: Bagdana Case: બગદાણાની બબાલ વિશે આ શું બોલ્યા મોરારીબાપુ?


