Bagdana: હુમલા કેસમાં મહુવા DySP રીમા ઝાલાએ ફરી આપી પ્રતિક્રિયા, શું કહ્યું?
- Bagdana સેવક પર હુમલાના કેસમાં પોલીસ તપાસ તેજ
- મહુવા DySP રીમા ઝાલાએ ફરી આપી પ્રતિક્રિયા
- "મહુવા ટાઉન PIને તપાસ ટ્રાન્સફર કરવામાં આવી છે"
Bagdana:પ્રખ્યાત યાત્રાધામ બગદાણા (Bagdana) માં આશ્રમના સેવક નવનીત બાલધિયા (Navneet Baldhiya) પર થયેલા હુમલાનો મામલો હવે વધુ ગૂંચવાયો છે. ભાવનગર પોલીસે આ કેસમાં તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. મહુવા DySP રીમા ઝાલાએ આ અંગે મહત્વની વિગતો આપતા જણાવ્યું છે કે, આ કેસની તપાસ હવે મહુવા ટાઉન PI (પોલીસ ઈન્સ્પેક્ટર) ને સોંપવામાં આવી છે. તપાસની ગંભીરતાને જોતા ફરિયાદી નવનીતભાઈનું ફરી એકવાર વિગતવાર નિવેદન નોંધવામાં આવ્યું છે.
કેવી રીતે થયો વિવાદ?
આ સમગ્ર વિવાદની જડ મુંબઈમાં યોજાયેલા લોકગાયક માયાભાઈ આહીરના એક કાર્યક્રમમાં રહેલી છે. કાર્યક્રમ દરમિયાન માયાભાઈએ બગદાણા આશ્રમના 'મેનેજિંગ ટ્રસ્ટી' તરીકે એક નામનો ઉલ્લેખ કર્યો હતો. આ બાબતે નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરીને સ્પષ્ટતા કરી હતી કે આશ્રમમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટીનું પદ નથી, માત્ર ટ્રસ્ટીઓ જ કાર્યરત છે. આ સ્પષ્ટતા બાદ માયાભાઈ આહીરે સોશિયલ મીડિયા પર માફી માંગતો વીડિયો પણ જાહેર કર્યો હતો. જોકે, નવનીતભાઈના આક્ષેપ મુજબ, આ ફોન કોલ બાદ માયાભાઈના પુત્ર જયરાજ આહીર સાથે તેમની ટેલિફોનિક વાતચીત થઈ હતી અને ત્યારબાદ અચાનક રાત્રિના સમયે બે કારમાં આવેલા 7 થી 8 શખ્સોએ પાઈપ અને ધોકા વડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો.
Mayabhai Ahir Controversy | "ફરિયાદી નવનીતભાઈનું વિશેષ નિવેદન નોંધવામાં આવ્યું" | Gujarat First#Gujarat #Bhavnagar #Mahuva #Bagdana #MayabhaiAhir #JayrajAhir #NavneetBaldhiya #KoliCommunity #ThakorCommunity #DySP #GujaratFirst pic.twitter.com/QjrDqUvwnH
— Gujarat First (@GujaratFirst) January 2, 2026
સુરતની મહિલાના ચોંકાવનારા આક્ષેપ
જ્યારે એકતરફ હુમલાના કેસમાં 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, ત્યારે બીજી તરફ સુરતની રહેવાસી પાયલ વઘાસિયાએ નવનીત બાલધિયા સામે ગંભીર મોરચો ખોલ્યો છે. પાયલબેનના જણાવ્યા મુજબ, બગદાણા પાસેના બેડા ગામમાં તેમના મામાની જમીન આવેલી છે, જેમાં તેમનો પણ હિસ્સો છે. આક્ષેપ છે કે નવનીત બાલધિયાએ આ ખાનગી જમીનમાં કોઈપણ પરવાનગી વગર ગેરકાયદેસર ખનન કાર્ય કર્યું હતું. દોઢ વર્ષ પહેલા 4 થી 5 મહિના સુધી ચાલેલી આ પ્રવૃત્તિનો જ્યારે વિરોધ કરવામાં આવ્યો, ત્યારે નવનીતભાઈએ તેમને ગંભીર ધમકીઓ આપી હોવાનું મહિલાએ જણાવ્યું છે.
આ પણ વાંચોઃ "કોંગ્રેસ ફક્ત સોશિયલ મીડિયા પર છવાયેલું" ભાજપ પ્રવકતા Dr Anil Patel કોંગ્રેસ પર પ્રહાર!
મહિલાના આક્ષેપ બાદ વિવાદ પેચીદો બન્યો
પોલીસ કાર્યવાહી અને વર્તમાન સ્થિતિ હુમલાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર ગુજરાતમાં આ કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. DySP રીમા ઝાલાએ ખાતરી આપી છે કે પોલીસ દરેક પાસાઓની તપાસ કરી રહી છે. મહુવા ટાઉન પીઆઈએ ફરી નિવેદન લઈને કડીઓ જોડવાનું શરૂ કર્યું છે. એક તરફ ટ્રસ્ટી પદનો વિવાદ અને બીજી તરફ જમીન પર ગેરકાયદેસર ખનનના આક્ષેપોએ આ કેસને પેચીદો બનાવ્યો છે. હાલ નવનીત બાલધિયા મહુવાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસ તપાસમાં કયા નવા ખુલાસા થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચોઃ Bagdana: સુરતની મહિલાએ નવનીત બાલધિયા સામે લગાવ્યા ગંભીર આરોપ, જાણો


