Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Navneet Baldhia Case: Jayraj Ahir ની ફરી પૂછપરછ થશે, ધરપકડની ચર્ચા!

બગદાણાના (Bagdana) નવનીતભાઇ બાલધિયા કેસમાં (Navneetbhai Baldhia Case) SIT એ મોટો નિર્ણય લેતા જયરાજ આહીરને (Jayraj Ahir) ફરી પૂછપરછ માટે IG કચેરીએ (IG Office) બોલાવ્યા છે. અગાઉ પણ તેમની પૂછપરછ થઈ ચૂકી છે. થોડી જ વારમાં SIT સમક્ષ હાજર થવાના આદેશથી આ ચકચારી કેસમાં નવા ખુલાસા થવાની પૂરી શક્યતા જોવા મળી રહી છે.
navneet baldhia case  jayraj ahir ની ફરી પૂછપરછ થશે  ધરપકડની ચર્ચા
Advertisement
  • Navneet Baldhia Case માં મોટો ધડાકો
  • SITએ ફરી એકવાર જયરાજ આહીરને બોલાવ્યા IG કચેરી
  • થોડીવારમાં જયરાજ આહિરને SIT સમક્ષ હાજર રહેવા ફરમાન
  • અગાઉ પણ IG કચેરીએ SITએ કરી હતી જયરાજ આહિરની પૂછપરછ

Navneet Baldhia Case: SIT દ્વારા ફરીથી પૂછપરછનું આયોજન બગદાણા (Bagdana) ખાતે બનેલા ચકચારી નવનીતભાઇ બાલધિયા (Navneet Baldhia) કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. SITએ આ કેસના સંદર્ભમાં જયરાજ આહીર (Jayraj Ahir) ને ફરી એકવાર પૂછપરછ માટે હાજર થવા ફરમાન (Order) જાહેર કર્યું છે. આ આદેશ બાદ સમગ્ર પંથકમાં ચર્ચાઓ જાગી છે.

Navneet Baldhia Case: IG કચેરી ખાતે હાજર રહેવા આદેશ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જયરાજ આહીરને થોડી જ વારમાં આઈજી કચેરી (IG Office) ખાતે SIT સમક્ષ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. અગાઉ પણ આ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને SIT દ્વારા જયરાજ આહીરની લાંબી પૂછપરછ (Interrogation) કરવામાં આવી હતી. ફરીથી તેડું મોકલવામાં આવતા આ કેસમાં કોઈ નવી કડીઓ અથવા મહત્વના પુરાવા (Evidence) SITના હાથે લાગ્યા હોવાની શક્યતા વર્તાઈ રહી છે.

Advertisement

Advertisement

તપાસમાં નવા વળાંકની શક્યતા!

નવનીતભાઇ બાલધિયા કેસમાં SIT ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે. અગાઉની પૂછપરછમાં મળેલા જવાબો અને હાલમાં સામે આવેલા નવા તથ્યોને આધારે જયરાજ આહીરની ક્રોસ તપાસ (Cross-examination) કરવામાં આવી શકે છે. આ કેસમાં સત્ય બહાર લાવવા માટે પોલીસ (Police) અને SIT તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આજના આ મહત્વના ધડાકા બાદ કેસ કઈ દિશામાં આગળ વધે છે.  હવે તેમની ધરપકડ થઈ થઈ શકે છે કેમ તેવી પણ ચર્ચાઓ જાગી છે.

Navneet Baldhia Case શું છે?

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં કોળી સમાજના યુવા નેતા અને બગદાણા ધામના સેવક નવનીત બાલધિયા પર 2025ના અંતમાં જીવલેણ હુમલો થયો હતો. આ ઘટના બાદ કોળી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો અને રાજકીય-સામાજિક ચર્ચા ચાલી હતી. પીડિત નવનીતભાઈએ ફરિયાદમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સહિત અન્યો પર હુમલાનું આયોજન કરવાનો આરોપ લગાવ્યો હતો.પોલીસે પ્રારંભિક તપાસ બાદ રાજ્ય સરકારે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) રચી. SITએ અત્યાર સુધીમાં 11થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી 8ને જેલમાં મોકલવામાં આવ્યા છે. જયરાજ આહીરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા અને તેમની સાડા ત્રણ કલાકની પૂછપરછ થઈ હતી. નવનીત બાલધિયા પણ SIT સમક્ષ હાજર થયા અને 15 પુરાવા રજૂ કર્યા.કેસમાં તપાસ તેજ છે અને કોળી સમાજના આગેવાનો ન્યાયની માંગ કરી રહ્યા છે. આજે બીજીવાર જયરાજ આહીને SIT એ પૂછપરછ માટે બોલાવ્યા છે.


આ પણ વાંચોઃ "માર મારવાનુ ષડયંત્ર રચનાર મુખ્ય આરોપી જયરાજ આહીર" Navneet Baldhia નું SIT સમક્ષ નિવેદન

Tags :
Advertisement

.

×