Navneet Baldhia Case: 'મુખ્ય આરોપીનું નામ FIRમાં દાખલ કરાતું નથી' કોળી સમાજના પોલીસ પર આક્ષેપ!
Navneet Baldhia Case: હુમલા કેસ મુદ્દે કોળી સમાજ આક્રમક
ગત રાત્રે પાલીતાણા ખાતે કોળી સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
Advertisement- સરપંચો અને તાલુકા પંચાયતના સદસ્યોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
Navneet Baldhia Case:ભાવનગર જિલ્લાના બગદાણા (Bagdana) માં નવનીત બાલધીયા (Navneet Baldhia) પર થયેલા હુમલા મામલો હવે વધુ ગરમાયો છે. પોલીસ તપાસમાં થઈ રહેલા વિલંબ અને મુખ્ય આરોપીનું નામ FIR માં ન નોંધાતા કોળી સમાજ (Koli Samaj)માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગત રાત્રે પાલીતાણા (Palitana) ખાતે કોળી સમાજના આગેવાનો, સરપંચો અને તાલુકા પંચાયતના સદસ્યોની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવી છે.
બેઠકમાં આક્રમક મિજાજ અને આક્ષેપો
આ બેઠકમાં કોળી સમાજના અગ્રણી જગદીશભાઈએ આકરા શબ્દોમાં પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "અમે મુખ્યમંત્રી સુધી આ મામલે રજૂઆત કરી હતી, જેના પગલે SIT (Special Investigation Team) ની રચના તો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તપાસની કોઈ જ સ્પષ્ટ વિગતો જાહેર કરવામાં આવી નથી." સમાજનો આક્ષેપ છે કે ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી સામે ઓડિયો અને વીડિયો ક્લિપ જેવા પૂરતા પુરાવા હોવા છતાં, પોલીસ હજુ સુધી તેનું નામ FIR માં દાખલ કરતા અચકાઈ રહી છે.
Bhavnagar | ઓડિયો-વીડિયો સહિત પૂરતા પુરાવા હોવા છતાં કાર્યવાહી નહીં | Gujarat First
નવનીત બાલધીયા હુમલા કેસ મુદ્દે કોળી સમાજ આક્રમક
ગત રાત્રે પાલીતાણા ખાતે કોળી સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
સરપંચો અને તાલુકા પંચાયતના સદસ્યોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
હજુ સુધી મુખ્ય આરોપીનું નામ… pic.twitter.com/hipe2FMiKo— Gujarat First (@GujaratFirst) January 15, 2026
Navneet Baldhia Case: SIT ની કામગીરી સામે સવાલો!
સમાજના આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલા અન્ય આરોપીઓના રિમાન્ડ પણ પૂર્ણ થઈ ગયા છે. આમ છતાં, SIT દ્વારા હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે પૂછપરછમાં શું બહાર આવ્યું અને મુખ્ય સૂત્રધાર સામે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સામૂહિક રાજીનામાનું અલ્ટીમેટમ
બેઠકના અંતે પાલીતાણા તાલુકાના કોળી સમાજના સરપંચો અને તાલુકા પંચાયતના સદસ્યોએ એકસૂરે નિર્ણય લીધો છે કે જો આગામી દિવસોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે અને નવનીત બાલધીયા (Navneet Baldhia) ને યોગ્ય ન્યાય નહીં મળે, તો તેઓ પોતાના હોદ્દા પરથી સામૂહિક રાજીનામા (Mass Resignation) આપી દેશે. કોળી સમાજની આ આક્રમકતાને કારણે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ Bhavnagar: નવનીતભાઈ બાલધિયાને હોસ્પિટલમાંથી રજા, આવતીકાલે આરોપીઓનું શું થશે?


