Bagdana Case Latest Update : નવનીત બાલધીયા હુમલા કેસમાં 8 આરોપીઓને જામીન, જાણો કોણ છૂટ્યું?
- નવનીત બાલધીયા હુમલા કેસમાં આરોપીઓના જામીન મંજૂર
- મહુવા કોર્ટે 8 આરોપીઓના જામીન કર્યા મંજૂર
- મહુવા કોર્ટે રાજુ ભંમર, વેરુ શયડા, આતુ ભમ્મરના જામીન કર્યા મંજૂર
- ભાવેશ ચેલાણા, વિરેન્દ્ર પરમાર, પંકજ મેર, સતીષ વનાળિયાને જામીન
- ઉત્તમ બાંભણીયાના પણ જામીન કરાયા મંજૂર
Bagdana Case Latest Update : ભાવનગર (Bhavnagar) જિલ્લાના બગદાણા (Bagdana) ગામમાં કોળી સમાજના અગ્રણી અને આશ્રમ સેવક નવનીત બાલધીયા (Navnit Baldhiya) પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં આજે કોર્ટ તરફથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં જેલમાં બંધ 14 આરોપીઓ પૈકી 8 આરોપીઓની રેગ્યુલર જામીન (Regular Bail) અરજી મહુવા કોર્ટે (Mahuva Court) મંજૂર કરી છે. જોકે, મુખ્ય સુત્રધાર ગણાતા જયરાજ આહીર (Jayraj Ahir) હજુ પણ જેલ હવાલે છે.
મહુવા કોર્ટમાં સુનાવણી અને SIT ની ભૂમિકા (Bagdana Case Latest Update )
આજે એટલે કે 2 ફેબ્રુઆરી, 2026ના રોજ મહુવા એડિશનલ સેશન્સ કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અગાઉ 30 જાન્યુઆરીએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT Investigation) એ વાંધા અરજી રજૂ કરવા માટે સમય માંગ્યો હતો, જેથી સુનાવણી આજ પર મુલતવી રાખવામાં આવી હતી. આજે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 8 આરોપીઓની જામીન અરજી ગ્રાહ્ય રાખી હતી.
Navneet Baladhiya હુમલા કેસમાં 8 આરોપીઓના જામીન કર્યા મંજૂર | Gujarat First
બગદાણાના નવનીત બાલધીયા હુમલા કેસમાં આરોપીઓના જામીન મંજૂર
મહુવા કોર્ટે 8 આરોપીઓના જામીન કર્યા મંજૂર
14માંથી 8 આરોપીઓએ કરી હતી રેગ્યુલર જામીન અરજી
મહુવા કોર્ટે રાજુ ભંમર, વેરુ શયડા, આતુ ભમ્મરના જામીન કર્યા… pic.twitter.com/V0cpAW0J8w— Gujarat First (@GujaratFirst) February 2, 2026
કયા ૮ આરોપીઓને મળ્યા જામીન?
કોર્ટે જે ૮ આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે, તેમના નામ નીચે મુજબ છે:
- રાજુ દેવાયત ભંમર
- વેરુ મધુ શયડા
- આતું ભમ્મર
- ભાવેશ ભગવાન ચેલાણા
- વિરેન્દ્રભાઈ જેરામભાઈ પરમાર
- પંકજભાઈ માવજીભાઈ મેર
- સતીષ વનાળિયા
- ઉત્તમ બાંભણિયા
બીજી તરફ, અન્ય એક આરોપી પાતું ભમરે પોતાની આગોતરા જામીન (Anticipatory Bail) અરજી પરત ખેંચી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, લોકસાહિત્યકાર માયાભાઈ આહીર (Mayabhai Ahir) ના પુત્ર અને આ કેસના મુખ્ય આરોપી જયરાજ આહીર સહિત અન્ય આરોપીઓ હજુ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
શું હતી સમગ્ર ઘટના?
ગત 29 ડિસેમ્બર, 2025 ની રાત્રે બગદાણાના પૂર્વ સરપંચ (Former Sarpanch) નવનીત બાલધીયા પર પાઈપ અને ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ કોળી સમાજ (Koli Samaj) માં ભારે રોષ જોવા મળ્યો હતો અને આંદોલનો પણ થયા હતા. પોલીસે મોબાઈલ લોકેશન અને કોલ ડિટેલ્સના આધારે આરોપીઓની ધરપકડ કરી હતી. SIT ની રચના બાદ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, તેવામાં કોર્ટનો આ ચુકાદો આરોપી પક્ષ માટે મોટી રાહત સમાન છે.
આ પણ વાંચો : રસ્તામાં ઉડતું મોત! બોટાદના ગઢડામાં મધમાખીના ડંખે 27 વર્ષના યુવાનનો જીવ લીધો


