Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Bagdana: સુરતની મહિલાએ નવનીત બાલધિયા સામે લગાવ્યા ગંભીર આરોપ, જાણો

Bagdana ના સેવક નવનીત બાલધિયા સામે સુરતની પાયલ વઘાસિયાએ ગેરકાયદે ખનન અને ધમકીના ગંભીર આરોપો લગાવ્યા છે. પાયલનો દાવો છે કે બેડા ગામમાં તેમની જમીનમાં નવનીતે રાત્રિના સમયે 15 ટ્રેક્ટર અને 5 જેસીબી વડે ગેરકાયદે ખનન કર્યું હતું. આ બાબતે અગાઉ ગાંધીનગર સુધી ફરિયાદ કરવામાં આવી હોવાનું પણ મહિલાએ જણાવ્યું છે.
bagdana  સુરતની મહિલાએ નવનીત બાલધિયા સામે લગાવ્યા ગંભીર આરોપ  જાણો
Advertisement
  • Bagdana ધામના સેવક નવનીતને માર મારવાનો મામલો
  • ફરિયાદી સામે સુરતની મહિલાએ લગાવ્યા આરોપો
  • નવનીત બાલધિયા સામે સુરતની પાયલ વઘાસિયાના આરોપ

Bagdana: પ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં થોડા સમય સેવક નવનીત બાલધિયા (Navneet Baldhiya) પર થયેલા હુમલાનો મામલો અત્યારે ગરમાયો છે. આ ઘટનામાં હવે એક નવો વળાંક આવ્યો છે. સુરત (Surat) ની એક મહિલા પાયલ વઘાસિયા (Payal Vaghasia) એ નવનીત બાલધિયા સામે ગંભીર આક્ષેપો કરતા વિવાદ વધુ વકર્યો છે. મહિલાએ દાવો કર્યો છે કે જે વ્યક્તિ અત્યારે ભોગ બનનાર તરીકે રજૂ થઈ રહ્યો છે, તેણે અગાઉ ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ધમકીઓ આપી હતી.

જમીન વિવાદ અને ખનનનો આરોપ

સુરતની રહેવાસી પાયલ વઘાસિયાના જણાવ્યા અનુસાર બગદાણા નજીક આવેલા બેડા ગામ (Beda village) માં તેમના મામાની જમીન (Land) આવેલી છે. આ જમીનમાં પાયલનો પણ હિસ્સો છે. આરોપ છે કે નવનીત બાલધિયાએ આ ખાનગી માલિકીની જમીનમાં કોઈપણ પરવાનગી વગર ગેરકાયદેસર રીતે ખનન કાર્ય શરૂ કર્યું હતું. મહિલાએ આક્ષેપ કર્યો છે કે આજથી અંદાજે દોઢ વર્ષ પહેલા સતત 4 થી 5 મહિના સુધી આ ખનન પ્રવૃત્તિ ચાલી હતી.

Advertisement

Bagdana:  રાત્રિના સમયે ચાલતું નેટવર્ક!

મહિલાએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, આ ખનન કાર્ય દિવસે નહીં પણ રાત્રિના અંધકારમાં કરવામાં આવતું હતું. દરરોજ રાત્રે આશરે 15 જેટલા ટ્રેક્ટરો અને 5 જેસીબી મશીનો જમીન પર ખડકી દેવામાં આવતા હતા અને મોટા પાયે ખોદકામ કરીને ખનિજ ચોરી કરવામાં આવતી હતી. જ્યારે આ બાબતે પાયલ વઘાસિયા (Payal Vaghasia) અને તેમના પરિવારે વિરોધ કર્યો અને કામ બંધ કરવા જણાવ્યું, ત્યારે નવનીત બાલધિયા ((Navneet Baldhiya) એ નમ્રતા દાખવવાને બદલે તેમને ગંભીર ધમકીઓ આપી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

Advertisement

ગાંધીનગર સુધી પહોંચી ફરિયાદ!

પાયલ વઘાસિયાએ જણાવ્યું કે તેઓ આ અન્યાય સામે ચૂપ રહ્યા નહોતા. તેમણે અગાઉ આ મામલે સ્થાનિક સ્તરે અને છેક ગાંધીનગર સુધી લેખિત ફરિયાદો કરી હતી. એક તરફ માર મારવાનો મામલો પોલીસમાં છે, ત્યારે બીજી તરફ મહિલાના આ આક્ષેપોએ પોલીસ તપાસને નવી દિશા આપી છે. હાલમાં આ મામલે પાયલ વઘાસિયા ન્યાયની માંગ કરી રહી છે અને તંત્ર આ ગેરકાયદે ખનન મામલે કડક પગલાં ભરે તેવી અપીલ કરી રહી છે.

આખા મામલાની શરુઆતનું મૂળ!

ભાવનગર જિલ્લાના બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીત બાલધિયા પર 29 ડિસેમ્બર 2025 ની રાત્રે મોનપર ગામ નજીક જીવલેણ હુમલો થયો હતો. આ ઘટના આશ્રમના ટ્રસ્ટી વિવાદ સાથે જોડાયેલી છે અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ છે. આ આખા મામલાની શરૂઆત મુંબઈમાં લોકગાયક માયાભાઈ આહીર (Mayabhai Ahir) ના એક કાર્યક્રમથી થઈ હતી. જ્યાં તેમણે બગદાણા આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ વ્યક્તિનું નામ લીધું હતું. નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરીને સુધારો કરાવ્યો કે આશ્રમમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, માત્ર ટ્રસ્ટીઓ છે. ત્યારબાદ માયાભાઈએ માફી માંગતો વીડિયો વાયરલ કર્યો હતો.

આ પછી નવનીતે આક્ષેપ કર્યો કે માયાભાઈના પુત્ર જયરાજ આહીર સાથે ફોન પર વાત થઈ અને તેના થોડા સમય બાદ જ રાત્રે 7-8 વ્યક્તિઓએ બે કારમાં આવીને પાઈપ અને ધોકા વડે તેમના પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજા થતાં તેઓ મહુવાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હુમલાનો વીડિયો પણ વાયરલ થયો હતો. પોલીસે તુરંત 8 આરોપીઓની ધરપકડ કરી છે. હાલ તપાસ ચાલુ છે. બીજી તરફ સુરતની મહિલાએ નવનીત બાલધિયા પર ગંભીર આરોપ લગાવતાં મામલો પેચીદો બન્યો છે.

આ પણ વાંચોઃ Ambaji: તારક મહેતાના બે કલાકારો અંબાજીના શરણે, જાણો શું કહ્યું?

Tags :
Advertisement

.

×