Bhavnagar : ગોઝારી ઘટના! નદીમાં નહાવા ગયેલા 4 પૈકી 2 મિત્રનાં ડૂબી જતાં મોત
- Bhavnagar માં સોસલા ગામે કાળુભાર નદીમાં બે યુવાન ડૂબ્યા
- 4 મિત્રો નાહવા ગયા હતા, જે પૈકી બે યુવકનાં ડૂબી જતાં મોત
- ફાયર બ્રિગેડને રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન બંને યુવકના મૃતદેહ મળ્યા
- ચારેય યુવક મૂળ રાજસ્થાનનાં સિકર જિલ્લાનાં હોવાનું સામે આવ્યું
ભાવનગરનાં (Bhavnagar) સોસલા ગામ નજીક મોટી દુર્ઘટના ઘટી છે. કાળુભાર નદીમાં 4 મિત્રો નહાવા પડ્યા હતા, જે પૈકી 2 મિત્રોના ઊંડા પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળે પહોંચી હતી અને શોધખોળ આદરી હતી. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ટીમને બંને યુવકોના મૃતદેહ મળ્યા છે. આ મામલે પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે. મૃતકો સહિત ચારેય યુવક મૂળ રાજસ્થાનનાં (Rajasthan) સિકર જિલ્લાનાં હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો - Government Jobs : શું તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો ? આવ્યા આ મોટા સમાચાર
4 મિત્રો નાહવા ગયા હતા, જે પૈકી બે યુવકનાં ડૂબી જતાં મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાનાં (Bhavnagar) ગઢડા તાલુકાના અનિડા નજીક આવેલ સોસલા ગામે મોટી દુર્ઘટના ઘટી છે. બેલનાથ મહાદેવ મંદિર (Belnath Mahadev Temple) નજીક આવેલી નદીમાં 4 મિત્રો નહાવા પડ્યા હતા. જો કે, 4 પૈકી 2 યુવક ઊંડા પાણીમાં નહાવા જતાં ડૂબ્યા હતા. યુવકોને ડૂબતા જોઈ અન્ય મિત્રોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો ભેગા થયા હતા અને યુવકેની મદદે આવ્યા હતા. સ્થાનિકોએ ફાયર બ્રિગેડ અને પોલીસને પણ આ ઘટનાની જાણ કરી હતી.
આ પણ વાંચો - Aravalli : કથિત નકલી સિંચાઈ કચેરી બાબતે ફરિયાદ નોંધાઈ, તત્કાલીન MLA એ પાડી હતી રેડ!
ફાયર બ્રિગેડને રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન બંને યુવકના મૃતદેહ મળ્યા
ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરનાં જવાનોએ યુવકોની શોધખોળ આદરી હતી. દરમિયાન, બંને યુવકોનાં મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, ચારેય મિત્ર મૂળ રાજસ્થાનનાં સિકર જિલ્લાનાં હોવાનું સામે આવ્યું છે. મૃતકોની ઓળખ પવનસિંહ અને પૃથ્વીસિંહ તરીકે થઈ છે. બંને યુવક કડીયાકામ કરતા હતા.
આ પણ વાંચો - GSRTC માં ભરતીના નામે કાંડ! વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો મોટો ઘટસ્ફોટ