Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : ડિસેમ્બરમાં 12 વર્ષની બાળકી સાથે 3 નરાધમે દુષ્કર્મ આચર્યું, હવે નોંધાયો ગુનો!

ગત 29 ડિસેમ્બરની મોડી સાંજે એક 12 વર્ષની બાળકી સાથે 3 લોકોએ દુષ્કર્મ આચર્યું હતું.
bhavnagar   ડિસેમ્બરમાં 12 વર્ષની બાળકી સાથે 3 નરાધમે દુષ્કર્મ આચર્યું  હવે નોંધાયો ગુનો
Advertisement
  1. Bhavnagar નાં પાલીતાણામાં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો
  2. સોનગઢ રોડ રેલવે ફાટક નજીક બાળકી સાથે ત્રણ નરાધમો આચર્યું હતું દુષ્કર્મ
  3. પાલીતાણા ટાઉન પોલીસ ત્રણે વિરુદ્ધ પોસ્કો સહિતની કલમો લગાવી ફરિયાદ નોંધી

ભાવનગરમાં (Bhavnagar) ગુજરાતને શર્મસાર કરતી ઘટના બની હતી. હવસનાં ભૂખ્યાઓએ માસૂમને પોતાની શિકાર બનાવી હતી. ગત મહિને જિલ્લાનાં પાલીતાણામાં 12 વર્ષની માસૂમ બાળકી સાથે ત્રણ નરાધમો દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે હવે પાલીતાણા ટાઉન પોલીસ (Palitana Town Police) ત્રણેય દુષ્કર્મીઓ વિરુદ્ધ પોસ્કો સહિતની કલમો લગાવી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Bhavnagar: વીજચોરીને લઈ PGVCLની ટીમ એકશનમાં, 97 વીજ કનેક્શનમાંથી ઝડપાઈ વીજચોરી

Advertisement

12 વર્ષની બાળકી સાથે 3 લોકોએ દુષ્કર્મ આચર્યું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાનાં (Bhavnagar) પાલીતાણા વિસ્તારમાં સોનગઢ રોડ પર આવેલા રેલવે ફાટક નજીક ગત 29 ડિસેમ્બરની મોડી સાંજે એક 12 વર્ષની બાળકી સાથે 3 લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે હવે પાલીતાણા ટાઉન પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ પોસ્કો સહિતની કલમો લગાવીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

આ પણ વાંચો - Bhavnagar: ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર, તંત્રએ ટૂંક જ સમયમાં બનાવ્યો નવો માર્ગ

એક આરોપીની ઓળખ જયપાલ સિંધી તરીકે થઈ

પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, એક આરોપીની ઓળખ જયપાલ સિંધી તરીકે થઈ છે. ઘટનાનાં દિવસે જયપાલ સિંધી અને તેના અન્ય બે સાગરીતોએ બાળકીને બાઇક પર બેસાડી સોનગઢ રોડ લઈ ગયા હતા અને ત્યાં દુષ્કર્મ આચરી રેલવે ફાટક નજીક બાળકીને મૂકી ફરાર થયા હતા. આ ઘટનાએ ભાવનગર સહિત સમગ્ર ગુજરાતને શર્મસાર કર્યું છે. દુષ્કર્મીઓને જલદી પકડી કડક સજા કરવા લોક માંગ ઉઠી છે.

આ પણ વાંચો - Banaskantha Division : દિયોદરમાં આજે 5 તાલુકાનાં લોકોની જનસભા, BJP-કોંગ્રેસનાં આગેવાનો પણ જોડાશે!

Tags :
Advertisement

.

×