Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar માં SOG નો સપાટો, શંકાસ્પદ 5 વિદેશી મહિલાને દબોચી

ભાવનગર એસ.ઓ.જી. ટીમે ચિત્રા માર્કેટિંગ યાર્ડ પાસેથી શંકાસ્પદ હાલતમાં 5 મહિલાઓની અટકાયત કરી હતી. તપાસ દરમિયાન આ પાંચેય મહિલાઓ બાંગ્લાદેશી હોવાનું બહાર આવ્યું છે અને તેમની પાસેથી મૂળ દેશના દસ્તાવેજો મળી આવ્યા છે. પોલીસે પાંચેય મહિલાની ધરપકડ કરી ગેરકાયદે ઘૂસણખોરીના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ માટે તપાસ તેજ કરી છે.
bhavnagar માં sog નો સપાટો  શંકાસ્પદ 5 વિદેશી મહિલાને દબોચી
Advertisement
  • Bhavnagar એસ.ઓ.જી. ટીમની મોટી કાર્યવાહી
  • ચિત્રા માર્કેટિંગ યાર્ડ પાસેથી 5 મહિલા ઝડપાઈ
  • SOGની ટીમે 5 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી

Bhavnagar: ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં 5 મહિલાઓને શંસ્પદ હાલતમાં ઝડપી પાડતાં ખળભળાટ મચી ગયો છે. તપાસમાં બહાર આવ્યું છે કે તમામ મહિલાઓ બાંગ્લાદેશી છે. જેથી પોલીસે તમામને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

પાંચેય મહિલાઓ બાંગ્લાદેશી

મળતી જાણકારી અનુસાર ભાવનગર એસ.ઓ.જી. ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ચિત્રા માર્કેટિંગ યાર્ડ પાસે કેટલીક મહિલાઓ શંકાસ્પદ મહિલાઓ રહે છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને તપાસ હાથ ધરતા પાંચ મહિલાઓને અટકાયતમાં લીધી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ મહિલાઓ સંતોષકારક જવાબ આપી શકી ન હતી, જેથી પોલીસે તેમની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. અંતે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ તમામ મહિલાઓ ગેરકાયદેસર રીતે (Illegally) ભારતીય સરહદ ઓળંગીને અહીં આવી હતી અને વસવાટ કરી રહી હતી. આ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી સીમકાર્ડ મળી આવ્યા છે.

Advertisement

Advertisement

બાંગ્લાદેશી દસ્તાવેજો કબજે કર્યા

પોલીસ તપાસમાં પકડાયેલી પાંચેય મહિલાઓએ પોતે બાંગ્લાદેશી હોવાની કબૂલાત (Confession) કરી છે. પોલીસે તેમની પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો (Documents) પણ કબજે કર્યા છે, જે સાબિત કરે છે કે તેઓ મૂળ બાંગ્લાદેશી છે. ધરપકડ કરાયેલી મહિલાઓમાં પાખી ખાનમ (ઉ.વ.22), રીમા અખ્તર ઉર્ફે લીલી (ઉ.વ.35), લાખી બેગમ (ઉ.વ.35), સુબરના બેગમ (ઉ.વ.39), લેબીના ખાનમ (ઉ.વ.33) નો સમાવેશ થાય છે. આ મહિલાઓ કેટલા સમયથી ભાવનગરમાં રહી રહી હતી અને તેમનો હેતુ (Purpose) શું હતો, તે દિશામાં હવે પોલીસે તપાસ તેજ કરી છે. સરહદ ઓળંગીને છેક ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા સુધી તેઓ કેવી રીતે પહોંચ્યા તે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય છે.

મોટા નેટવર્કની આશંકા

આ મહિલાઓની ધરપકડ બાદ પોલીસને શંકા છે કે આમાં કોઈ મોટું માનવ તસ્કરી (Human Trafficking) અથવા ગેરકાયદે ઘૂસણખોરી કરાવતું નેટવર્ક કાર્યરત તો નથી ને  તે દિશમાં તપાસ હાથ ધરી છે. વધુમાં એસ.ઓ.જી.ની ટીમે આ મહિલાઓની પૂછપરછના આધારે અન્ય લોકોની સંડોવણી (Involvement) અંગે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનીય સ્તરે તેમને આશ્રય (Shelter) આપનારાઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ Ahmedabad માં 34 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રીમાં નવા ખુલાસા, DNA રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ

Tags :
Advertisement

.

×