Bhavnagar : મહુવાના દરિયા કિનારે અચાનક આવ્યું બોટ જેવું બાર્જ, સર્જાયું કુતૂહલ
- મહુવાનાં દરિયા કિનારે મળી આવ્યું બાર્જ (Bhavnagar)
- બાર્જનો આકાર બોટ જેવો હોવાથી કુતૂહલ સર્જાયું
- લાઈટ હાઉસ નજીકથી દરિયામાં પસાર થયું બાર્જ
- માલવાહક બાર્જ હોવાનું માછીમારોએ જણાવ્યું
- કોસ્ટગાર્ડ તેમજ પોલીસે તપાસ હાથ ધરી
ભાવનગર જિલ્લાનાં (Bhavnagar) મહુવાનાં દરિયા કિનારે બાર્જ (નૌકા) મળી આવતા કુતૂહલ સર્જાયું હતું. બાર્જનો આકાર બોટ જેવો છે. લાઈટ હાઉસ નજીકથી દરિયામાં બાર્જ (Barge) પસાર થયું હતું. માલવાહક બાર્જ હોવાનું માછીમારો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અંગે જાણ થતાં કોસ્ટગાર્ડ (Coast Guard) તેમ જ પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Gandhinagar : કડી-વિસાવદર વિધાનસભા મત વિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થગિત
બાર્જનો આકાર બોટ જેવો હોવાથી કુતૂહલ સર્જાયું
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાનાં (Bhavnagar) મહુવાનાં દરિયા કિનારે બાર્જ મળી આવ્યું હતું, જેનો આકાર બોટ જેવો છે. બોટ જેવા આકારનું બાર્જ મળી આવતા કુતૂહલ સર્જાયું હતું. માછીમારોનાં (Fishermen) જણાવ્યા અનુસાર, લાઈટ હાઉસ નજીકથી દરિયામાં પસાર થયું અને નિકોલનાં દરિયા કિનારે આવી પહોંચ્યું હતું. માછીમારોએ વધુમાં જણાવ્યું કે, માલવાહક બાર્જ છે જેનો ઉપયોગ માલવાહનમાં થાય છે.
આ પણ વાંચો - Gandhinagar : કડી-વિસાવદર વિધાનસભા મત વિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થગિત
બાર્જ પર ઈંગ્લીશમાં રૂદ્ર એક નંબર અને મુંબઈ લખાયેલું
બાર્જ પર ઈંગ્લીશમાં રૂદ્ર એક નંબર અને મુંબઈ (Mumbai) લખાયેલું છે. આ અંગે જાણ થતાં કોસ્ટગાર્ડ તેમ જ પોલીસની (Bhavnagar Police) ટીમ ત્યાં પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. જો કે, અત્યાર સુધી થાપડામાં શંકાસ્પદ કોઇ વસ્તું મળી આવી નથી. દરિયાનાં મોજામાં તણાઈને આવેલ બિનવારસી બાર્જ નિકોલનાં દરિયા કિનારે છે.
આ પણ વાંચો - Jamnagar : સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કારાવાસ અને દંડની સજા