Bhavnagar: આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો
- પ્રમુખ અને તેમની માતા અને ભાઈ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો
- નિલમબાગ પોલીસે મહિલા પ્રમુખ અને તેમના ભાઈની અટકાયત કરી
- જગ્યાના માલિકે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
Bhavnagar: ભાવનગર શહેરના આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ અને તેમની માતા અને ભાઈ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયો છે. જેમાં સરકારી સિવિલ હોસ્પિટલ નજીક આવેલ BIMS હોસ્પિટલની બાજુની જગ્યા ઉપર ગેરકાયદે દબાણ કર્યું હતું. તેમાં જગ્યાના માલિકે નિલમબાગ પોલીસ મથકમાં આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ સોનલબેન રાઠોડ અને તેમની માતા ઇલાબેન અને ભાઈ હીતેશભાઈ રાઠોડ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના લોકો નિલમબાગ પોલીસ મથકે દોડી આવ્યા
આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ અને તેમની માતા અને ભાઈ સામે નિલમબાગ પોલીસે મહિલા પ્રમુખ અને તેમના ભાઈની અટકાયત કરી છે. ફરિયાદીએ કલેકટર કચેરી ખાતે કરેલી રજુઆત બાદ ગત તારીખ 30 ડિસેમ્બરના રોજ કલેકટરે કરેલા હુકમને લઈ લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ દાખલ કરાઈ છે. નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આમ આદમી પાર્ટીના લોકો નિલમબાગ પોલીસ મથકે દોડી આવ્યા હતા.
જાણો શું છે લેન્ડ ગ્રેબિંગ
નિર્દોષ લોકોની જમીન, મકાન, દુકાન પચાવી પાડનારા લેન્ડ ગ્રેબરો તથા તેની સાથે સંકળાયેલા ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકારે વર્ષ 2020માં લેન્ડગ્રેબિંગ એક્ટ પસાર કર્યો હતો. જેમાં ઓછામાં ઓછી 10 વર્ષની સજાની જોગવાઈ છે. તદ્દઉપરાંત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તાજેતરમાં દાખલ થયેલી એસ.સી.એ. નં.2995/2021, 9 મે 2024ના રોજ ચુકાદો આવ્યા બાદ આ કાયદાની અસરકારતા વધી છે, તેમજ આવી અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લાગી છે.
આ પણ વાંચો: Bharuch: રેલવેની ગંભીર બેદરકારી, ગુડઝ ટ્રેનમાંથી મેટલ પડતા વાહન ચાલકોના જીવ તાળવે ચોટ્યા