Bhavnagar: પાલીતાણા તાલુકાના ખેડૂતે રાસણીક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીથી કરી કમાણી
- Bhavnagar: ભરતભાઇ ધંધુકિયાએ રાસણીક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
- ગાય આધારિત ખેતીથી થતા પાકથી લોકોનું સ્વાસ્થ્ય સારુ રહે છે
- અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળી પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન
Bhavnagar: ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ખેડૂત ભરતભાઇ ધંધુકિયાએ રાસણીક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વધી હાલ સારી કમાણી કરી રહ્યાં છે. વિવિધ પાક મેળવી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરણા આપી રહ્યાં છે. ખેડૂત ભરતભાઇની પ્રાકૃતિક ખેતી તરફની યાત્રાની સફર ચાલો જાણીએ.
પ્રાકૃતિક ખેતી થકી વિવિધ પાકોની ખેતી કરી આજે સારી કમાણી કરી
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના જામવાળી ગામે રહેતા ખેડૂત ભરતભાઈ ધંધુકિયાએ પ્રાકૃતિક ખેતી થકી વિવિધ પાકોની ખેતી કરી આજે સારી કમાણી કરી રહ્યાં છે. શરૂઆતમાં ભરતભાઈ રસાણીક ખેતી કરતા હતા. પરંતુ રાસણીક ખેતીમાં ખૂબ મુશ્કેલીઓ અને ખાતર બિયારણનો મસમોટો ખર્ચ થતો હતો. તેમજ તેની સામે ઉપજ પણ નહિવત થતી હતી. જેના કારણે ભરતભાઇએ કંટાળી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. રાસાયણિક ખેતીમાં લોકોનું સ્વાસ્થ્ય બગડવાનું પણ ભરતભાઈને ધ્યાને આવ્યું તેથી પ્રાકૃતિક ખેતી કરી હાલ ભરતભાઇ લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન આપી રહ્યા છે.
Bhavnagar: ગાય આધારિત ખેતીથી થતા પાકથી લોકોનું સ્વાસ્થ્ય સારુ રહે છે
ભરતભાઈએ પોતાના ખેતરમાં વિવિધ પાક જેમાં બાગાયતી પાક જમરૂખ, શેરડી, કેળા, પપૈયાનું વાવેતર કર્યું છે. સાથે મુખ્યત્વે હળદર કે જે લોકોના સ્વાસ્થ્ય માટે બહુ સારી કહેવામાં આવે છે તેનું વાવેતર કરી સારી કમાણી કરી રહ્યા છે. ભાવનગર જિલ્લાના જામવાળી ગામના ખેડૂત ભરતભાઈ ધંધુકિયાએ 8 વીઘાના ખેતરમાં વિવિધ પાકો જેવા કે મગફળી, કપાસ, જુવાર, શાકભાજી અને બાજરી જેવા જે પાકો કર્યા છે. તે પાક પણ પ્રાકૃતિક એટલે કે ગાય આધારિત ખેતીથી કરી રહ્યાં છે. ભરતભાઈનું કહેવું છે કે ગાય આધારિત ખેતીથી થતા પાકથી લોકોનું સ્વાસ્થ્ય સારુ રહે છે તો બીજી તરફ જમીન પણ નરમ રહે છે.
અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળી પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન
પ્રાકૃતિક ખેતી જેમાં મિશ્ર પાક પદ્ધતિથી ખેતી કરવામાં આવી રહી છે. જેમાં બીજામૃત, જીવામૃત, ધનજીવન મૃત, અચ્છાધન મૃત જેવા પદાર્થો કે જે ગાય આધારિત છે. જેમાં અર્કને મિશ્રણ કરી ખાતર બનાવવામાં આવે છે અને ખાતર બનાવી ખેતરમાં રહેલ જે પાકોનું વાવેતર કર્યું છે તે વાવેતરમાં ઉપયોગ કરી સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે. સાથે રાજ્ય સરકારના પ્રાકૃતિક ખેતીના નેમને આગળ વધારી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળી પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન આપી રહ્યા છે.
આ પણ વાંચો: LIVE: Ahmedabad Schools Bomb Threat: શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો કઇ સ્કૂલના છે નામ


