Bhavnagar: પાલીતાણામાં પકડાયો ઓક્સિટોસિન ઇન્જેકશનનો જથ્થો, આ ઝેરી દવા મનુષ્ય અને પશુ બંને માટે છે જોખમી
આધુનિક યુગમાં પશુઓ વધુ દૂધ આપે તેના માટે અનેક ઈન્જેક્શન અને દવાઓ મળે છે. પરંતુ તેના ઉપયોગ માટે સરકારે કેટલાક નિયંત્રણ લગાવ્યા છે. અને તેમાય કેટલાક ઈન્જેક્શન પર સંપૂર્ણ પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. કારણ કે આ દવાઓ પશુઓ માટે તો જોખમી છે જ, સાથે જ મનુષ્ય માટે પણ જોખમી છે. ક્યાથી કઈ પ્રતિબંધિત દવા પકડાઈ છે. આવો જાણીએ...
Advertisement
- Bhavnagar: પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેકશનનું વેચાણ!
- ભાવનગર SOG એ કર્યો પર્દાફાશ
- સાહિલ પ્રોવિઝન સ્ટોરમાંથી મળ્યો શંકાસ્પદ જથ્થો
- સ્ટોર સંચાલકની પોલીસે કરી ધરપકડ
- લેવાયેલા સેમ્પલને પરીક્ષણ માટે મોકલાયા
Bhavnagar: ભાવનગરમાં પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેકશન (Oxytocin injection) વેચાણનો પર્દાફાશ થયો છે. ભાવનગર SOGએ જિલ્લાના પાલીતાણામાં કાર્યવાહી કરી છે. પાલિતાણામાં આવેલા સાહિલ પ્રોવિઝન સ્ટોર (Provision store) માં દરોડા પાડ્યા હતા. જ્યાં તપાસ કરતા પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેકશનનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું. પોલીસે લાયસન્સ વગરના ઈન્જેક્શન અને શંકાસ્પદ પ્રવાહી સાથે મળીને 54 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

