Bhavnagar: વન વિભાગની મોટી રેડ, એરપોર્ટ પરિસરમાં પ્રતિબંધિત કાચબાની મિજબાની માણતા 4 ઝડપાયા
Bhavnagar: ભાવનગર એરપોર્ટ (Bhavnagar Airport) પરિસરમાં વન વિભાગે (Forest Department) બાતમીના આધારે દરોડા પાડી શ્રમિકોની ઓરડીમાંથી 4 પરપ્રાંતિય શખ્સોને ઝડપી લીધા હતા. આ શખ્સો શેડ્યુલ-1 ના પ્રતિબંધિત કાચબાને મારીને તેની મિજબાની માણતા હતા. ઘટનાસ્થળેથી વન વિભાગે 1 જીવતો કાચબો જપ્ત કર્યો છે અને મરેલા કાચબાના સેમ્પલ એફએસએલ (FSL) માં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Bhavnagar: ગુજરાતના ભાવનગરમાં વન્યજીવ સંરક્ષણ કાયદાના ભંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાવનગર એરપોર્ટ (Bhavnagar Airport) પરિસરમાં વન વિભાગ (Forest Department) ની ટીમે એક ગુપ્ત બાતમીના આધારે અચાનક દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન એરપોર્ટ વિસ્તારમાં આવેલી શ્રમિકોની ઓરડીમાંથી 4 શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ શખ્સો કાયદાકીય રીતે અત્યંત સુરક્ષિત અને પ્રતિબંધિત એવા કાચબાની મિજબાની માણી રહ્યા હતા. વન વિભાગની આ ત્વરિત કાર્યવાહીથી સ્થાનિક સ્તરે વન્યજીવોની તસ્કરી અને શિકાર કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

