Bhavnagar : AAP નેતા રાજુભાઈ કરપડા વિરૂદ્ધ નોંધાયો વધુ એક ગુનો, જાણો સમગ્ર મામલો
AAP નેતા રાજુભાઈ કરપડા વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયાની માહિતી છે. જેલ પ્રશાસનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા મામલે આ ગુનો નોંધાયો છે. ભાવનગર જિલ્લાનાં જેલ અધિક્ષકે ફરિયાદ નોંધાવતા કાર્યવાહી થઈ છે. થોડા દિવસ પહેલા સો. મીડિયા પર 'આજે હું જેલમાં છું' એવા ઉલ્લેખ સાથે કથિત વીડિયો વાઇરલ થયો હતો, જે બાદ વિવાદ સર્જાયો હતો. રાજુભાઈ કરપડા અને AAP ની સો.મીડિયા ટીમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
Advertisement
- AAP નેતા રાજુભાઈ કરપડા વિરૂદ્ધ વધુ એક ગુનો નોંધાયો (Bhavnagar)
- જેલ પ્રશાસનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા નોંધાયો ગુનો
- ભાવનગર જિલ્લા જેલનાં અધિક્ષકે નોંધાવી પોલીસ ફરિયાદ
- રાજુભાઈ કરપડા અને AAP ની સો.મીડિયા ટીમ વિરૂદ્ધ ફરિયાદ
- 'આજે હું જેલમાં છું' એવા ઉલ્લેખ સાથેનો કથિત વીડિયો થયો હતો વાઇરલ
Bhavnagar : આમ આદમી પાર્ટીનાં (AAP) નેતા રાજુભાઈ કરપડા વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો હોવાની માહિતી સામે આવી છે. જેલ પ્રશાસનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા મામલે આ ગુનો નોંધાયો છે. ભાવનગર જિલ્લાનાં જેલ અધિક્ષકે પોલીસ ફરિયાદ નોંધાવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર 'આજે હું જેલમાં છું' એવા ઉલ્લેખ સાથેનો એક કથિત વીડિયો વાઇરલ થયો હતો, જે બાદ ભારે વિવાદ સર્જાયો હતો. આપ નેતા રાજુભાઈ કરપડા (Rajubhai Karpada) અને AAP ની સો.મીડિયા ટીમ વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં (Nilambagh Police Station) ફરિયાદ નોંધાઈ છે.

