Bhavnagar: દેશના રક્ષકનો ઘરમાં જ આપઘાત! આર્મી જવાને વતનમાં કેમ ભર્યું આત્મઘાતી પગલું?
- ભાવનગર (Bhavnagar) ના હાદાનગર સોસાયટીમાં આર્મીમેનનો આપઘાત
- ઉતરાખંડમાં ફરજ બજાવતા આર્મીમેનનો આપઘાત
- આશિફભાઈ પરમારે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યો
- 23 તારીખે રજા પર આવ્યા હતા વતન
- પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો
Bhavnagar: ભાવનગર (Bhavnagar) શહેરના હાદાનગર વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં ભારતીય સેનામાં ફરજ બજાવતા એક જવાન દ્વારા આપઘાત (Suicide) કરી લેવામાં આવ્યો છે. ઉત્તરાખંડમાં ફરજ બજાવતા આશિફભાઈ જમાલભાઈ પરમારે પોતાના વતન ભાવનગર ખાતે અગમ્ય કારણોસર ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે.
ભાવનગર (Bhavnagar) ના હાદાનગર સોસાયટીમાં આર્મીમેનનો આપઘાત
પ્રાપ્ત માહિતી અનુસાર, આશિફભાઈ પરમાર ભારતીય સેનામાં (Indian Army) કાર્યરત હતા અને હાલમાં તેઓ ઉત્તરાખંડમાં પોતાની ફરજ (Duty) બજાવી રહ્યા હતા. તેઓ ગત 23 તારીખે રજા (Leave) લઈને પોતાના વતન ભાવનગર આવ્યા હતા. રજા દરમિયાન હાદાનગર સોસાયટીમાં આવેલા પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર (Unknown reasons) તેમણે ઝેરી દવા પી લીધી હતી.
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જોકે, આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ (Investigation) હાથ ધરી છે.
View this post on Instagram
આ પણ વાંચો : Banaskantha : રાજસ્થાનથી અમદાવાદ આવતી લક્ઝરીમાં ભીષણ આગ, 7 મુસાફરો દાઝ્યા


