Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Bhavnagar : Atmanirbhar Hanol Mahotsav 2026 માં રાજ્યપાલ, કેન્દ્રિય મંત્રી, ખેલાડીઓ સહિત ખ્યાતનામ હસ્તીઓ જોડાશે

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હણોલ ગામે 13 મી જાન્યુઆરીથી 15 મી જાન્યુઆરી દરમિયાન યોજાનાર ત્રણ દિવસીય ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ-2026’ ગ્રામિણ વિકાસ, સ્વાવલંબન અને જનસહભાગિતાનો અનોખો ઉત્સવ બનવા જઈ રહ્યો છે. આ મહોત્સવમાં દેશ અને રાજ્યના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહી વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં ભાગ લેશે.કૃષિ, ગ્રામિણ વિકાસ, રોજગાર, યુવા શક્તિ, રમતગમત, ટેકનોલોજી અને સંસ્કૃતિ સંબંધિત કાર્યક્રમો
bhavnagar   atmanirbhar hanol mahotsav 2026 માં રાજ્યપાલ  કેન્દ્રિય મંત્રી  ખેલાડીઓ સહિત ખ્યાતનામ હસ્તીઓ જોડાશે
Advertisement
  1. હણોલ ગામે Atmanirbhar Hanol Mahotsav 2026 નું આયોજન
  2. કાર્યક્રમમાં રાજ્યપાલ, કેન્દ્રિય મંત્રી, ખેલાડીઓ સહિત ખ્યાતનામ હસ્તીઓ જોડાશે
  3. 13 મી જાન્યુઆરીથી 3 દિવસ હણોલ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમોની હારમાળા સર્જશે
  4. કૃષિ, ગ્રામિણ વિકાસ, રોજગાર, યુવા શક્તિ, રમતગમત, ટેકનોલોજી અને સંસ્કૃતિ સંબંધિત કાર્યક્રમો

Bhavnagar : પાલિતાણા તાલુકાના (Palitana) હણોલ ગામે 13 મીથી 15 મી જાન્યુઆરી દરમિયાન યોજાનાર ત્રણ દિવસીય ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ-2026’ (Atmanirbhar Hanol Mahotsav 2026) ગ્રામિણ વિકાસ, સ્વાવલંબન અને જનસહભાગિતાનો અનોખો ઉત્સવ બનવા જઈ રહ્યો છે. આ મહોત્સવમાં દેશ અને રાજ્યના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહી વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં ભાગ લેશે.

ગ્રામિણ ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ

મહોત્સવના વિવિધ દિવસોમાં કૃષિ, ગ્રામિણ વિકાસ, રોજગાર, યુવા શક્તિ, રમતગમત, ટેકનોલોજી અને સંસ્કૃતિ સંબંધિત કાર્યક્રમો, પરિસંવાદો, પ્રદર્શનો તથા લોકાર્પણો યોજાશે. ગ્રામિણ ભારતને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે આ મહોત્સવ એક પ્રેરક મંચ પૂરું પાડશે.

Advertisement

Advertisement

મહોત્સવના પ્રથમ દિવસે ભારત સરકારનાં કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામિણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan), શ્રમ અને રોજગાર, રમતગમત તથા યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા (Dr. Mansukh Mandaviya), આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ખેલાડી અને ઇન્ડિયન ઓલિમ્પિક એસો. ના પ્રેસિડન્ટ પી. ટી. ઉષા (P. T. Usha), તેમ જ ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી (Jitubhai Vaghani), રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઇ બાવળિયા (Kunvarjibhai Bavaliya) સહિતની ઉપસ્થિતિમાં મહોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે.

Atmanirbhar Hanol Mahotsav 2026, રાજ્યપાલના વિશેષ કાર્યક્રમો઼

મહોત્સવના દરમિયાન ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી (Acharya Devvrat Ji) હણોલ ગામે રાત્રિ રોકાણ કરશે, જે ગ્રામિણ જીવન સાથે તેમની સીધી જોડાણની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતી વિષયક પરીસંવાદ યોજવામાં આવશે, જેમાં ખેડૂતોને કુદરતી ખેતીના લાભો, અનુભવ અને માર્ગદર્શન આપવામાં આવશે. આ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રભાત ફેરીમાં ગ્રામજનો સાથે જોડાશે તેમ જ ગ્રામ સફાઈ અભિયાનમાં ભાગ લઈ સ્વચ્છતા અને સામૂહીક જવાબદારીનો સંદેશ આપશે.

અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરી

મહોત્સવના અન્ય દિવસોમાં ગુજરાતના રાજ્યપાલ સાથે સાથે ‘મેડ ઇન ઇન્ડિયા’ વિચારધારાના પ્રણેતા અને ઝોહો (Zoho) ના સ્થાપક શ્રીધર વેમ્બુ (Sridhar Vembu), ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ (Kapil Dev), તેમ જ રામાયણ સિરિયલના રામના પાત્રથી લોકપ્રિય બનેલા અભિનેતા અને સાંસદ અરુણ ગોવિલ (Arun Govil) પણ મહોત્સવને ગૌરવ આપશે.

આ પણ વાંચો - Gandhinagar: PM નરેન્દ્રભાઇ મોદી આજથી ગુજરાત મુલાકાતે, ગાંધીનગર SP એ સુરક્ષા અંગે શું આપ્યું નિવેદન?

આત્મનિર્ભરતા અને જનસહભાગિતાનો મહોત્સવ

‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ’ (Atmanirbhar Hanol Mahotsav 2026) દ્વારા ખેડૂત ભાઈઓ, યુવાનો, મહિલા સ્વસહાય જૂથો, કારીગરો અને ગ્રામ ઉદ્યોગકારોને નવી દિશા અને પ્રેરણા મળશે. પ્રાકૃતિક ખેતી, સ્થાનિક ઉત્પાદન, સ્વચ્છતા, આરોગ્ય અને ટેકનોલોજી જેવા વિષયો પર આ મહોત્સવ ગ્રામિણ વિકાસ માટે માર્ગદર્શક સાબિત થશે.

જનતાને આમંત્રણ

આયોજકો દ્વારા હણોલ (Hanol) તથા આસપાસના ગામોના નાગરિકો, ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને તમામ જનતાને આ ત્રણ દિવસીય ઐતિહાસિક મહોત્સવમાં મોટી સંખ્યામાં જોડાવા માટે ભાવપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હણોલ ગામે 13 મી જાન્યુઆરીથી 15 મી જાન્યુઆરી દરમિયાન યોજાનાર ત્રણ દિવસીય ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ-2026’ ગ્રામિણ વિકાસ, સ્વાવલંબન અને જનસહભાગિતાનો અનોખો ઉત્સવ બનવા જઈ રહ્યો છે. આ મહોત્સવમાં દેશ અને રાજ્યના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહી વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં ભાગ લેશે.કૃષિ, ગ્રામિણ વિકાસ, રોજગાર, યુવા શક્તિ, રમતગમત, ટેકનોલોજી અને સંસ્કૃતિ સંબંધિત કાર્યક્રમો યોજાશે.

આ પણ વાંચો - પતંગરસિયાઓ માટે Ambalal પટેલની આગાહી - ઉત્તરાયણ પર પવનની ધૂમ રહેશે તો ઠંડીનો સિલસિલો યથાવત

Tags :
Advertisement

.

×