Bhavnagar: બગદાણા મારપીટ કેસમાં તપાસનો ધમધમાટ, રેન્જ IG દ્વારા SITની રચના, વાંચો
- Bhavnagar: નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં મોટા સમાચાર
- નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં SITની રચના
- ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે SITનું કર્યુ ગઠન
Bhavnagar: બગદાણામાં નવનીતભાઈ બાલધિયાને માર મારવાના કેસમાં હવે કાયદાકીય ગાળિયો મજબૂત બની રહ્યો છે. કોળી સમાજના નેતાઓ, આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કર્યા બાદ ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારના નેતૃત્વમાં સમગ્ર કેસની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ખાસ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SIT (Special Investigation Team) નું ગઠન કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી પીડિત પક્ષમાં ન્યાયની આશા જાગી છે.
Bhavnagar: ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં ટીમ તૈયાર
ભાવનગર રેન્જ IG ગૌતમ પરમાર દ્વારા રચવામાં આવેલી આ SITમાં કુલ 5 બાહોશ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમમાં ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી, PI એમ.જી જાડેજા , PSI પી.જે.વાળા અને હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણદેવસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખાંભલાનો સમાવેશ થાય છે.
નવનીત બાલધિયાના માર મારવાના કેસની તપાસ માટે SITની કરાઇ રચના | Gujarat First
નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં મોટા સમાચાર
ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે SITનું કર્યુ ગઠન
SITમાં PSI, બે હેડ કોન્સ્ટેબલનો પણ સમાવેશ
સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ કરવા સુચન
રેન્જ IG SITના સભ્યો સાથે કરશે… pic.twitter.com/OUp6hC3t8b— Gujarat First (@GujaratFirst) January 5, 2026
નિષ્પક્ષ તપાસ પર ભાર
રેન્જ IG ગૌતમ પરમારે SITના સભ્યોને સ્પષ્ટ સૂચના આપી છે કે આ સમગ્ર કેસની તપાસ સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રીતે થવી જોઈએ. કોઈપણ પ્રકારના દબાણ વગર સત્ય સામે લાવવા માટે આ ટીમને છૂટ આપવામાં આવી છે. આગામી સમયમાં રેન્જ IG પોતે SITના સભ્યો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે, જેમાં તપાસની દિશા અને અત્યાર સુધીના ડેવલપમેન્ટ વિશે ચર્ચા કરવામાં આવશે.
નવનીતભાઈ બાલધિયાને માર મારવાની ઘટના બાદ રોષ
બગદાણામાં નવનીતભાઈ બાલધિયાને માર મારવાની ઘટના બાદ સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં પણ આ મુદ્દે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ મામલામાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી હતી. પોલીસ તંત્ર પર પણ દબાણ હતું કે આ કેસમાં કોઈ કચાશ ન રહે.
આગામી કાર્યવાહી
હવે SIT દ્વારા ઘટનાસ્થળની મુલાકાત, સાક્ષીઓના નિવેદનો અને મેડિકલ રિપોર્ટ્સનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવશે. IPS જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ PI એમ.જી. જાડેજા આરોપીઓ વિરુદ્ધ મજબૂત ચાર્જશીટ તૈયાર કરવા માટે કામ કરશે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં SITની એન્ટ્રી બાદ હવે આરોપીઓની મુશ્કેલીઓ વધી શકે છે. સૌની નજર હવે પોલીસની તપાસ પર ટકેલી છે.
સમાજની રજૂઆત ફળી
બગદાણાના બખેડા મામલે ગાંધીનગરથી મોટા સમાચાર
કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રીને મળીને કરી રજૂઆત
બગદાણાધામના સેવકને ન્યાય અપાવવા યોગ્ય તપાસની કરી માગ
SITનું ગઠન અથવા DIG કક્ષાના અધિકારી તપાસ કરે તેવી માગ#HirabhaiSolanki #KoliSamaj #Bagdana #Gandhinagar #CMMeeting #GujaratPolitics… pic.twitter.com/JBP4qkQCvq— Gujarat First (@GujaratFirst) January 5, 2026
ઉલ્લેખનીય છે કે નવીનતભાઈ પર થયેલા હુમલા બાદ કોળી સમાજમાં રોષ છે. ત્યારે આજે મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી , ધારાભ્ય હીરાભાઈ સોલંકી, ઉમેશભાઈ મકવાણા સહિત સમાજના અગ્રણીઓએ ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જે બાદ હવે આ કેસની તપાસમાં SIT ને સોંપવામાં આવી છે.
આ પણ વાંચોઃ Gandhinagar: બગદાણા વિવાદ મામલે કોળી સમાજ મેદાને, મુખ્યમંત્રી પાસે કરી કરી આ માંગ!


