Navneet Baldhia Case : SIT એ વધુ એક આરોપીને સકંજામાં લીધો
- બગદાણા નવનીત બાલધીયા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો
- તળાજા પંથકમાંથી આરોપી દિનેશ સોલંકીની SITએ કરી ધરપકડ
- કેસમાં તપાસ દરમિયાન દિનેશ સોલંકીનું નામ ખુલતા કરી ધડપકડ
- દિનેશ સોલંકીની પૂછપરછમાં ખુલી શકે છે વધુ કેટલાક નામ
- નવનીત બાલધીયા કેસમાં અગાઉ પકડાઈ ચુક્યા છે 10 આરોપી
Navneet Baldhia Case : ગુજરાતના બહુ ચર્ચિત બગદાણા નવનીતભાઈ બાલધિયા કેસમાં હવે તપાસનો દોર વધુ તેજ બન્યો છે. છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં રહેલા આ વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. SIT એ તળાજા પંથકમાંથી દિનેશ સોલંકીની ધરપકડ કરી છે. કેસમાં તપાસ દરમિયાન દિનેશ સોલંકીનું નામ ખુલતા ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં નવનીત બાલધિયા કેસમાં 10 આરોપીઓ પકડાઇ ચૂક્યા છે.
વધુ એક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી
ભાવનગરમાં બગદાણા નવનીત બાલધિયા કેસમાં એક પછી એક નવા વળાંક આવી રહ્યા છે. ત્યારે હવે વધુ એક મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તળાઝા પંથકમાંથી આરોપી દિનેશ સોલંકીની SIT દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. આ કેસની તપાસ દરમિયાન દિનેશ સોલંકીનું નામ ખુલતા તેની વિરુદ્ધ કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી છે.
બગદાણા નવનીત બાલધીયા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો
તળાજા પંથકમાંથી આરોપી દિનેશ સોલંકીની SITએ કરી ધરપકડ
કેસમાં તપાસ દરમિયાન દિનેશ સોલંકીનું નામ ખુલતા કરી ધડપકડ#Gujarat #Bhavnagar #Bagdana #Talaja #SITInvestigation #NavnitBaldhiya #Arrest #PoliceAction #GujaratFirst pic.twitter.com/9CwkMNE536— Gujarat First (@GujaratFirst) January 19, 2026
આ પણ વાંચો ------- Navneet Baldhia Case: હવે નવનીત બાલધિયાને રેન્જ IG ગૌતમ પરમારની ઓફિસનું તેડું! શું છે કારણ?
સતત 3 કલાક પૂછપરછ
આજે નવનીતભાઈ બાલધિયા ભાવનગર રેન્જ IGની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં SIT દ્વારા તેમની સતત ત્રણ કલાક સુધી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ દરમિયાન નવનીતભાઈએ તપાસ અધિકારીઓ સમક્ષ જણાવ્યું હતું કે, તેમના પર થયેલા હુમલા અને માર મારવાનું સંપૂર્ણ ષડયંત્ર રચનાર મુખ્ય સૂત્રધાર જયરાજ આહીર (Jayaraj Ahir) છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે જયરાજ આહીરના ઈશારે જ આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
જયરાજ વિરુદ્ધ 15 જેટલા પુરાવાઓ સોંપ્યા
નવનીતભાઈ એ પોતાના દાવાને મજબૂત કરવા માટે SITને જયરાજ આહીર વિરુદ્ધ 15 જેટલા પુરાવાઓ સોંપ્યા છે. આ પુરાવાઓ આ કેસની દિશા બદલી શકે તેમ છે. નવનીતભાઈએ કહ્યું જે મેં પુરાવા આપ્યા છે તેના આધારે તપાસ થયા તો મુખ્ય આરોપી સુધી પહોંચી શકાય છે. આ અગાઉ ગત શનિવારે SIT દ્વારા આ કેસમાં સંડોવાયેલા બે પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની પણ 9 કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓની પૂછપરછ બાદ હવે ફરિયાદીનું નિવેદન અને પુરાવાઓ મળતા જયરાજ આહીરની મુશ્કેલીઓમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.


