Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar Accident: કાર અને કન્ટેનર વચ્ચે ગોઝારો અકસ્માત, 3 લોકોના મોત

Bhavnagar Accident: ભાવનગરના ભડભીડ ટોલનાકા (Toll Plaza) પાસે આજે એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો છે. એક પૂરપાટ ઝડપે આવી રહેલી ફોરવ્હીલર કાર આગળ જતાં કન્ટેનરની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
bhavnagar accident  કાર અને કન્ટેનર વચ્ચે ગોઝારો અકસ્માત  3 લોકોના મોત
Advertisement
  • ભાવનગર (Bhavnagar) માં અક્સ્માતમાં 3 લોકોના મોત
  • ભડભીડ ટોલનાકા પાસે સર્જાયો અકસ્માત
  • કાર અને કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત
  • કાર કન્ટેનર પાછળ ઘૂસી જતા અકસ્માત
  • પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા
  • હોસ્પિટલ ખાતે મૃતકોના પરિજનો થયા એકઠા

Bhavnagar Accident: ભાવનગરના ભડભીડ ટોલનાકા (Toll Plaza) પાસે આજે એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો છે. એક પૂરપાટ ઝડપે આવી રહેલી ફોરવ્હીલર કાર આગળ જતાં કન્ટેનરની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત (Tragic Deaths) નીપજ્યા હતા.

Bhavnagar Accident- Gujarat first news

Advertisement

ભાવનગર (Bhavnagar) માં અક્સ્માતમાં 3 લોકોના મોત

અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે કાર કન્ટેનરના પાછળના ભાગમાં સંપૂર્ણપણે ફસાઈ ગઈ હતી. આ અકસ્માતમાં જાન ગુમાવનારા મૃતકોની ઓળખ વિરેન્દ્રસિંહ કિરીટસિંહ સરવૈયા, બળભદ્રસિંહ રણજીતસિંહ ચુડાસમા અને ઈમતીયાઝભાઈ મલીક તરીકે થઈ છે.

Advertisement

Bhavnagar Accident- Gujarat first news

પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા

ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ક્રેન અને અન્ય સંસાધનોની મદદથી ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ હોસ્પિટલ પરિસર ખાતે મૃતકોના પરિજનો, સગા-સંબંધીઓ અને સ્થાનિક લોકોના મોટા ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. હોસ્પિટલ ખાતે કલ્પાંત ફેલાઈ જતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Gujarat News Today: આજે 20 મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×