Bhavnagar ભાજપમાં મોટી ઉથલપાથલ, 13 વોર્ડના 47 ઉમેદવારો જાહેર, પૂર્વ મેયર અને દિગ્ગજોની ટિકિટ કપાતા ખળભળાટ
- Bhavnagar ભાજપમાં મોટો ભડકો, દિગ્ગજોની ટિકિટ કપાઈ!
- 13 વોર્ડ માટે ભાજપે 47 ઉમેદવારોના નામ જાહેર કર્યા
- પૂર્વ મેયર ભરત બારડ અને ડેપ્યુટી મેયરના પત્તા કપાયા
- ટિકિટ ન મળતા ભરત બારડને ગાંધીનગરથી તેડું આવ્યું
- CM અને જીતુભાઈ વાઘાણી સાથેની બેઠક બાદ વિવાદ શમ્યો
- મોટાભાગના પૂર્વ હોદ્દેદારોને પડતા મૂકી નવા ચહેરાઓને તક
Bhavnagar News : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Election) ના પડઘમ વચ્ચે ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) માં ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાના ઉમેદવારોના પત્તા ખોલી દીધા છે. ભાજપ દ્વારા ભાવનગરના 13 વોર્ડ માટે 47 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં પક્ષે કડક હાથે 'નો રિપીટ થીયરી' અમલમાં મૂકી હોય તેમ જણાય છે, કારણ કે અનેક પૂર્વ પદાધિકારીઓ અને દિગ્ગજ નેતાઓના નામ લિસ્ટમાંથી ગાયબ છે.
BJP Announces Official Candidate List for Bhavnagar Manpa Election 2026 Amidst Internal Rift: Bhavnagar મનપા માટે BJP ના મૂરતિયા ફાઈનલ; પક્ષે સત્તાવાર ઉમેદવાર યાદી કરી જાહેર#Bhavnagar #Manpa #BJP #Election2026 #BreakingNews #CandidateList #GujaratFirst #Saurashtra… pic.twitter.com/LKRIxsqktH
— Gujarat First (@GujaratFirst) April 10, 2026
Bhavnagar: દિગ્ગજોના પત્તા કપાયા અને ગાંધીનગરનું તેડું
ભાજપની આ યાદીમાં સૌથી મોટો ઝટકો પૂર્વ મેયર ભરત બારડ (Bharat Barad), ડેપ્યુટી મેયર મોનાબેન શાહ, અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન યુવરાજસિંહ ગોહિલને લાગ્યો છે. આ ઉપરાંત કીર્તિબેન દાણીધારીયા, પંકજસિંહ ગોહિલ અને ધીરુભાઈ ધમેલીયા જેવા કદાવર નેતાઓની ટિકિટ પણ કાપી નાખવામાં આવી છે. ટિકિટ ન મળતા પૂર્વ મેયર ભરત બારડને તાત્કાલિક ગાંધીનગરનું તેડું આવ્યું હતું, જ્યાં તેમણે મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી (Jitu Vaghani) સાથે બેઠક કરી હતી.
વિવાદનો અંત અને સ્પષ્ટતા
ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક બાદ ભરત બારડે એક વીડિયો વાયરલ કરીને સમગ્ર વિવાદનો અંત આવ્યો હોવાનો ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ પક્ષના શિસ્તબદ્ધ કાર્યકર છે અને તેઓ પોતાના પુત્ર માટે અથવા કોઈ અંગત અસંતોષ માટે ગાંધીનગર ગયા હોવાની વાતો માત્ર અફવા છે. વોર્ડ નંબર 1 માં હીરાબેન કુકડિયા, પાયલ પંચાલ, સંજય રાઠોડ અને ઉપેન્દ્રસિંહ ચુડાસમા જેવા નવા અને સક્ષમ ચહેરાઓને મેદાને ઉતારવામાં આવ્યા છે. ભાજપની આ નવી રણનીતિ આગામી ચૂંટણીમાં કેટલો પ્રભાવ પાડશે તે જોવું રહ્યું.
આ પણ વાંચો ; Lodhika ભાજપમાં મોટો છબરડો, પારડીની બે બેઠકો પર એક જ મહિલા ઉમેદવારનું નામ જાહેર


