Budhel Village Assault: Bhavnagar માં લોહીના સંબંધો લજવાયા!, યુવક પર સગા ભાઈ અને ભત્રીજીએ જીવલેણ હુમલો કર્યો
- Bhavnagar Budhel Village Assault: રૂપિયા માટે મારામારી
- બુધેલ ગામે સગાભાઈએ દીકરી સાથે મળી ભાઈ પર કર્યો જીવલેણ હુમલો
- પૈસાની લેતી-દેતીના મામલે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો
- સગા ભાઈ અને ભત્રીજીએ સાથે મળીને તીક્ષણ હથિયારના ઘા કર્યા
- 108 ઇમરજન્સી સેવાની મદદથી ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો
Bhavnagar Budhel Village Assault: ભાવનગર જિલ્લાના બુધેલ ગામમાં (Budhel Village) મારામારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બુધેલ ગામમાં રહેતા વલ્લભભાઈ પરમાર નામના યુવક પર જીવલેણ હુમલો થતા ગામમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. જો કે, આશ્ચર્ય પમાડતી વાત એ છે કે, આ હુમલો કોઈ બહારની વ્યક્તિએ નહીં પરંતુ પોતાના જ પરિવારના સભ્યોએ કર્યો હોવાનું સામે આવતા લોકો સ્તબ્ધ થઈ ગયા છે. લોહીના સંબંધોમાં પૈસાની લાલચ કેટલી હાવી થઈ શકે છે, તેનું આ એક જીવંત ઉદાહરણ છે.
પૈસાની લેતી-દેતી બની કારણ (Money Dispute)
સમગ્ર ઝઘડાનું મૂળ પૈસાની લેતી-દેતી (Financial Dispute) હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હુમલાખોરોમાં સગા ભાઈ અને ભત્રીજીનો સમાવેશ થાય છે. આ લોકોએ આયોજનબદ્ધ રીતે વલ્લભભાઈ પરમાર પર હુમલો કર્યો હતો. પૈસા બાબતે શરૂ થયેલી બોલાચાલી થોડી જ વારમાં હિંસક સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. ગુસ્સામાં આવીને બંને પિતા-પુત્રી હિંસક બની ગયા હતા.
આ પણ વાંચો---- Ahmedabad Fake PSI: ખાખી વર્દીનો ડિજિટલ ખેલ, સાયબર ઓફિસર બનેલા ‘રોકી પંચાલ’ સામે અસલી પોલીસે નોંધી ફરિયાદ!
તીક્ષ્ણ હથિયારથી જીવલેણ પ્રહાર (Sharp Weapon Attack)
વલ્લભભાઈ પરમાર પર હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારથી (Sharp Weapon)હુમલો કર્યો હતો. તેમના શરીર પર અનેક ઘા ઝીકી દેવામાં આવ્યા હતા. ખાસ કરીને માથા પર ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં યુવક જમીન પર ઢળી પડ્યો હતો. હુમલાખોરોનો ઈરાદો જીવલેણ (Fatal) હતો, તે તેમના પ્રહાર પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું. આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને લોહીના વહેતા પ્રવાહને રોકવાનો પ્રયાસ કર્યો.
હોસ્પિટલમાં સારવાર અને પોલીસ કાર્યવાહી (Medical and Police Action)
ઈજાગ્રસ્ત વલ્લભભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ (Ambulance) મારફત ભાવનગરની સર ટી હોસ્પિટલમાં (Sir T Hospital) ખસેડવામાં આવ્યો હતો. હાલ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકની તબીબી સારવાર ચાલી રહી છે. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સર ટી હોસ્પિટલ પોલીસ ચોકીમાં (Police Chowki) ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી (Legal Action) હાથ ધરી છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો---- Gondalમાં અન્નદાતાનું Suicide:, "મને જાનથી મારી નાખવાની ધમકી આપતા" કહી Farmer એ જીવ આપ્યો, વીડિયોમાં ચોંકાવનારા ખુલાસા


