Bhavnagar: અડોડિયા વાસમાં ગેરકાયદે સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણોનો સફાયો
Bhavnagar: અડોડિયા વાસમાં ગેરકાયદે સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણોનો સફાયો
Advertisement
- Bhavnagar: ભાવનગરના અડોડિયા વાસમાં ફર્યું બુલડોઝર
- પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન
- ગેરકાયદે સામ્રાજ્યનો સફાયો! અડોડિયા વાસમાં મનપાની લાલ આંખ
- અસામાજિક પ્રવૃત્તિઓના અડ્ડાઓ જમીનદોસ્ત
- અડોડિયા વાસમાં દબાણ હટાવવા તંત્રનું મસમોટું ઓપરેશન
- ગેરકાયદે મકાનો-દુકાનો તોડી પડાયા
Bhavnagar: ભાવનગર શહેરના અડોડિયા વાસ (Adodiya Vas) વિસ્તારમાં લાંબા સમયથી જામી ગયેલા ગેરકાયદે દબાણો પર મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના સંયુક્ત ઓપરેશન (Joint Operation) હેઠળ આ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. વર્ષોથી સરકારી જમીન પર ખડકાયેલા મકાનો અને દુકાનો પર તંત્રએ બુલડોઝર (Bulldozer) ફેરવી દઈને કરોડોની જમીન ખુલ્લી કરાવી છે. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો.

