ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar : ભડભીડ ટોલનાકા પર થયેલી બબાલનાં CCTV- LIVE વીડિયો વાઇરલ

6 દિવસ પહેલા ભડભીડ ટોલનાકા ખાતે કાર લઈને આવેલા પરિવારે ફાસ્ટેગ ( FASTag) મુદ્દે ટોલનાકાનાં કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી.
11:55 PM Jul 28, 2025 IST | Vipul Sen
6 દિવસ પહેલા ભડભીડ ટોલનાકા ખાતે કાર લઈને આવેલા પરિવારે ફાસ્ટેગ ( FASTag) મુદ્દે ટોલનાકાનાં કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી.
Bhavnagar_gujarat_first main
  1. ભાવનગરમાં ટોલનાકા પરની બબાલનો વીડિયો આવ્યો સામે (Bhavnagar)
  2. 6 દિવસ પહેલાં ભડભીડ ટોલનાકા પર માથાકૂટ થઈ હતી
  3. કાર લઈને આવેલા પરિવારે ફાસ્ટેગ મુદ્દે બબાલ કરી હતી
  4. પરિવારના એક સભ્યે રિવાલ્વર કાઢી ધમકી આપી હતી
  5. ઘટનાનાં CCTV અને LIVE વીડિયો સો. મીડિયામાં વાઇરલ થયા

Bhavnagar : ભાવનગરમાં ટોલનાકા ખાતે થયેલ બબાલનો વીડિયો સામે આવ્યો છે. 6 દિવસ પહેલા ભડભીડ ટોલનાકા ખાતે કાર લઈને આવેલા પરિવારે ફાસ્ટેગ ( FASTag) મુદ્દે ટોલનાકાનાં કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી. દરમિયાન, પરિવારનાં એક સભ્યે રિવોલ્વર કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાનાં CCTV અને લાઇવ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. જો કે, આ સમગ્ર મામલે અત્યાર સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

આ પણ વાંચો -Ahmedabad : AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો હાસ્યસ્પદ દાવો! જનતામાં ફાટી નીકળ્યો આક્રોશ

6 દિવસ પહેલાં ભડભીડ ટોલનાકા પર માથાકૂટ થઈ હતી

ભાવનગર- અમદાવાદ નેશનલ હાઈવે (Bhavnagar-Ahmedabad National Highway) રોડ પર આવેલા ભડભીડ ટોલનાકા પર 6 દિવસ પહેલા ફાસ્ટેગ મુદ્દે એક પરિવાર દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી. આ ઘટનાનાં CCTV ફૂટેજ અને Live વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. માહિતી અનુસાર, Fortuner કાર લઈને જઈ રહેલા પરિવારનો ભડભીડ ટોલનાકા પર ફાસ્ટેગ સ્કેન બાબતે ઝઘડો થયો હતો અને ત્યારબાદ કારમાં સવાર એક શખ્સે રિવોલ્વર કાઢી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો -Ahmedabad : AMC ની કામગીરી સામે જનતામાં આક્રોશ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું વિચિત્ર નિવેદન!

ઘટનાનાં CCTV અને LIVE વીડિયો સો. મીડિયામાં વાઇરલ

આ સમગ્ર ઘટનાનો Live વીડિયો અને CCTV ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જો કે, આ બનાવને આજે 6 દિવસ વીતી ગયા છે છતાં સ્થાનિક પોલીસ (Bhavnagar Police) દ્વારા સમગ્ર ઘટના અંગે કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી. સામાન્ય બાબતે ભાવનગરમાં રિવોલ્વર નીકળે છે, જેના વીડિયો પણ વાઇરલ થાય છે છતાં ભાવનગરની પોલીસ સંજ્ઞાન પણ લઈ શકતી નથી અને કાર્યવાહી પણ કરી શકતી નથી એવા આરોપ થયા છે. જો કે, આ મામલે હજું સુધી કોઈ ફરિયાદ પણ થઈ નથી.

આ પણ વાંચો - Gandhinagar : ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં સમાચાર

Tags :
BadBhid Toll NakaBhavnagarBhavnagar Crime NewsBhavnagar PoliceBhavnagar Toll Plaza VideoBhavnagar-Ahmedabad National HighwayFASTagGUJARAT FIRST NEWSTOLL PLAZATop Gujarati News
Next Article