Bhavnagar માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રબુદ્ધ સંમેલન યોજાયું, કહ્યું, અમે ભવિષ્યનો વિચાર કરી કામ કરી રહ્યા છીએ
- ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ Bhavnagar ખાતે પહોંચ્યા હતા
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મુખ્યમંત્રીએ પ્રબુદ્ધ સંમેલનને સંબોધન કર્યું
- શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ
Bhavnagarમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ, ચૂંટણી (election 2026) નજીક આવતાની સાથે જ નેતાઓ દ્વારા અલગ-અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરવામાં આવે છે અને ઉમેદવારોને જીતાડવા માટે આહવાન કરવામાં આવે છે, આ સંમેલનમાં મંત્રી નિમુબેન બાંભણીયા, મંત્રી જીતુભાઈ વાઘાણી, ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા તેમજ ભાજપ શહેરના પ્રમુખ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વેપારી એસોસિએશન તેમજ શૈક્ષણિક (teaching) સંસ્થા દ્વારા મુખ્યમંત્રી (chief minister)નું સ્વાગત કરવામાં આવ્યું હતુ.
Bhavnagar ના નાગરિકોને સંબોધન કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે વધુમાં કહ્યું કે, આખા ગુજરાતમાં સૌથી મોટો બદલાવ થયો છે અને આખા ગુજરાત માટે પાણી રોડ રસ્તા અને લાઈટની વ્યવસ્થા થઈ છે, ગુજરાતના દરેક ગ્રામ્ય વિસ્તારમાં સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને વર્ષ 2003થી વાયબ્રેન્ટની શરૂઆત થઈ અને દુનિયાની 500થી વધુ કંપનીઓ આવી અને 100 જેટલી કંપનીઓ ગુજરાતમાં કાર્યરત થઈ છે, સાથે એમએસએમીના ઉદ્યોગોને વેગ મળ્યો છે અને ગુજરાતમાં બેરોજગારી ઓછી થઈ છે.
ટેકસની આવકમાં પણ વધારો થયો
સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલનું કહેવું છે કે, ભવિષ્યનો વિચાર કરી કામ કરી રહ્યાં છીએ અને ટેક્સની આવકમાં પણ ખૂબ મોટા થઈ છે, વિકસિત ભારત માટે વિકસિત રાજયનો રોડ મેપ જમીન પર ઉતારવા નું શરૂ કરી દીધું છે. 6 સેકટરમાં બિઝનેસ સાથે આગળ વધે તે માટેનું આયોજન કરી દેવામાં આવ્યું છે જેમાં ગુજરાત આગળ વધી રહ્યું છે.
bhavnagar : ભવિષ્યના વિકાસ માટે રોડમેપ તૈયાર છે
CM ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે “વિકસિત ભારત માટે વિકસિત રાજ્ય”ના લક્ષ્ય સાથે સરકાર આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું કે 6 મહત્વના સેક્ટરમાં બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે આયોજન શરૂ કરવામાં આવ્યું છે અને ગુજરાત આ ક્ષેત્રોમાં આગેવાની લઈ રહ્યું છે. ટેક્સ આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સાથે જ સેમીકન્ડક્ટર ઈન્ડસ્ટ્રી ગુજરાતમાં આવી રહી છે, જે રાજ્યના ઉદ્યોગ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પણ વાંચો : Bhavnagar: નિમુબેન બાંભણીયાનો પ્રચંડ પ્રચાર, કાર્યકરોમાં દેખાયો ભારે ઉત્સાહ


