Bhavnagar : કોંગ્રેસના નગરસેવક અને પિતા સામે ફરિયાદ! બાઈક ધીમું ચલાવવા બાબતે મારામારીનો આક્ષેપ
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ હવે પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના નગરસેવક અને તેમના પિતા સામે એક વ્યક્તિએ મારામારી સહિતના ગંભીર આક્ષેપો કર્યા છે. જોકે, આ મામલામાં સામેના પક્ષ તરફથી પણ ફરિયાદ નોંધાતાં ઘટનાએ નવો વળાંક લીધો છે. આખરે એવો તે કયો વિવાદ થયો કે વાત પોલીસ સુધી પહોંચી? બંને પક્ષના દાવાઓ વચ્ચે હવે તપાસ પર સૌની નજર છે.
Advertisement
Bhavnagar Congress Corporator Complaint : ભાવનગર (Bhavnagar) શહેરના કુંભારવાડા વિસ્તારમાં મોટરસાયકલ ધીમી ચલાવવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી પોલીસ ફરિયાદ સુધી પહોંચી છે. કોંગ્રેસના નગરસેવક કિશન મેર (Kishan Mer) અને તેમના પિતા બળવંતભાઈ મેર સામે મારામારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપ સાથે ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સામે આવી છે. જોકે, નગરસેવકે પણ સામેના પક્ષ વિરુદ્ધ ક્રોસ ફરિયાદ નોંધાવી છે.

