Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar બેંક હેકિંગ કાંડ: એક મહિલા સહિત 4 શખ્સો ઝડપાયા, થયા ચોંકાવનારા ખુલાસા

ભાવનગર ડિસ્ટ્રિક બેંકના સોફ્ટવેરની ખામીનો લાભ લઈ 7.34 કરોડની છેતરપિંડી આચરનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમ વિભાગે અમદાવાદ અને મુંબઈથી 4 આરોપીઓની ધરપકડ કરી 2 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા છે. આ ગેંગ 7 રાજ્યોમાં 15થી વધુ ગુનાઓમાં સંડોવાયેલી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
bhavnagar બેંક હેકિંગ કાંડ  એક મહિલા સહિત 4 શખ્સો ઝડપાયા  થયા ચોંકાવનારા ખુલાસા
Advertisement
  • Bhavnagar Bank Hack Case:  7.34 કરોડની છેતરપિંડીનો ગુનો ઉકેલાયો
  • સાઇબર ક્રાઇમ વિભાગે 4 આરોપીઓની ધરપકડ કરીને 2 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા
  • ભાવનગર ડિસ્ટ્રીક બેંકના CBS સિસ્ટમમાં વલ્નરેબિલિટીનો લાભ લઈ ફ્રોડ કર્યું

Bhavnagar Bank Hack Case: ભાવનગર ડિસ્ટ્રિક કો-ઓપરેટીવ બેંકની સેન્ટ્રલાઈઝડ બેંકિંગ સોલ્યુશન (Core Banking Solution - CBS) સિસ્ટમમાં રહેલી નબળાઈનો ફાયદો ઉઠાવીને અજાણ્યા શખ્સોએ બેંકના સોફ્ટવેરને હેક (Hack) કર્યું હતું.  આરોપીઓએ બેંકના મુખ્ય 4 ખાતાઓમાંથી અધધ 7.34 કરોડ રૂપિયાની છેતરપીંડી કરી હતી. આ ઘટનાએ બેંકિંગ ક્ષેત્રની ઓનલાઇન સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતા. ત્યારે પોલીસે તપાસ હાથ ધરી પોલીસે 1 મહિલા સહિત 4 આરોપીને દબોચી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Bhavnagar માં તપાસનો ધમધમાટ તેજ

આ મામલે ગુજરાત સાયબર ક્રાઇમ વિભાગે (Cyber Crime Department) ટેકનિકલ સર્વેલન્સ અને ફોરેન્સિક એનાલિસિસની મદદથી તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે આ નેટવર્ક અત્યંત જટિલ રીતે કાર્યરત હતું. પોલીસે સફળતાપૂર્વક 4 મુખ્ય આરોપીઓની ધરપકડ (Arrest) કરી છે. પકડાયેલા આરોપીઓમાં અમદાવાદના અદનાન શેખ, રુબીના શેખ અને સુનિલ મેઘવાલનો સમાવેશ થાય છે. આશ્ચર્યજનક રીતે આ ગેંગમાં મુંબઈ પોલીસમાં હોમગાર્ડ (Home Guard) તરીકે ફરજ બજાવતા કિશોર પરદેશીની પણ સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

નાણાકીય વ્યવહારોની મોડસ ઓપરેન્ડી

ગુનેગારોએ બેંકના 4 ખાતાઓમાંથી ચોરી કરેલા નાણાં સુરક્ષિત કરવા માટે ખૂબ જ જટિલ માર્ગ અપનાવ્યો હતો. તેઓએ આ રકમને દેશભરના વિવિધ 135 બેંક ખાતાઓમાં (Bank Accounts) ટ્રાન્સફર કરી દીધી હતી, જેથી ટ્રેકિંગ કરવું મુશ્કેલ બને. જોકે, સાયબર વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને આ પૈકીના 2 કરોડ રૂપિયા ફ્રીઝ (Freeze) કરાવી દીધા છે, જેનાથી વધુ નાણાકીય નુકસાન અટકાવી શકાયું છે.

Advertisement

રાષ્ટ્રીય સ્તરનું ગુનાહિત નેટવર્ક

આ માત્ર એક છૂટીછવાઈ ઘટના નથી, પરંતુ આંતરરાજ્ય ગેંગનું સડયંત્ર છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે આ ગેંગે અગાઉ ભારતભરની 15 જેટલી બેંકોને ટાર્ગેટ કરી હતી. ગુજરાત સહિત કુલ 7 રાજ્યોમાં (States) ફેલાયેલા આ નેટવર્કે (Network) અસંખ્ય નાણાકીય ગુનાઓ (Financial Crimes) આચર્યા છે. આ ધરપકડ સાથે દેશવ્યાપી બેંકિંગ ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ (Exposed) થયો છે. હાલ પોલીસ અન્ય ફરાર આરોપીઓ અને બાકી રહેલી રકમ રિકવર કરવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે.

આ પણ વાંચોઃ નાસિકની ઘટના બાદ Surat માં ફૂટ્યો આક્રોશ, 180 સગીરાઓના શોષણ સામે હિન્દુ સંગઠનો મેદાને!

Tags :
Advertisement

.

×