Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: નિમુબેન બાંભણીયાનો પ્રચંડ પ્રચાર, કાર્યકરોમાં દેખાયો ભારે ઉત્સાહ

ભાવનગર જિલ્લા પંચાયતના રણમેદાનમાં હવે કેન્દ્રીય નેતૃત્વની એન્ટ્રી થઈ ચુકી છે. વિજય વિશ્વાસ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ હુંકાર કર્યો જેનાથી વિપક્ષી છાવણીમાં હલચલ મચી ગઈ છે? કાર્યકરોના ઉત્સાહ અને બેઠકોના ગણિત વચ્ચે ભાજપના આક્રમક પ્રચારની શું છે અસલી રણનીતિ?
bhavnagar  નિમુબેન બાંભણીયાનો પ્રચંડ પ્રચાર  કાર્યકરોમાં દેખાયો ભારે ઉત્સાહ
Advertisement
  • Bhavnagar જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર તેજ!
  • કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ ગજવી જંગી ચૂંટણી સભા
  • વિજય વિશ્વાસ સંમેલન અંતર્ગત ભાજપ કાર્યકરોમાં ફૂંકાયો પ્રાણ
  • "આ વખતે ભાજપ મોટી સંખ્યામાં બેઠકો જીતશે" - નિમુબેન બાંભણીયા
  • કેન્દ્રીય મંત્રીએ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે કરી અપીલ
  • ભાવનગરના રાજકીય જંગમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચંડ પ્રચાર

ભાવનગર (Bhavnagar) જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સત્તા જાળવી રાખવા અને મહત્તમ બેઠકો જીતવા માટે આક્રમક રણનીતિ અપનાવવામાં આવી છે. આ પ્રચાર અભિયાનના ભાગરૂપે ભાવનગરમાં 'વિજય વિશ્વાસ સંમેલન' (Vijay Vishwas Sammelan) નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા (Nimuben Bambhaniya) એ ઉપસ્થિત રહીને કાર્યકરોમાં નવો જોમ ભર્યો હતો.

'ભાજપના રાજમાં Bhavnagar નો જોરદાર વિકાસ'

ચૂંટણી સભાને સંબોધતા નિમુબેન બાંભણીયાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં જે વિકાસ કાર્યો થયા છે, તેના આધારે જનતા ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ મૂકશે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ (Gujarat First News) સાથેની ખાસ વાતચીતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ વખતે ભાજપ જિલ્લા પંચાયતમાં રેકોર્ડબ્રેક બેઠકો સાથે વિજય મેળવશે.

Advertisement

ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ

તેમણે વધુમાં ઉમેર્યું કે, હાલ ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સંગઠન જમીની સ્તરે મજબૂતીથી કામ કરી રહ્યું છે. નિમુબેન બાંભણીયાએ મતદારોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અને વધુમાં વધુ મતદાન (Voting) કરવા માટે અપીલ કરી હતી. ભાવનગરની આ બેઠકો પર ભાજપના દિગ્ગજ નેતાઓના પ્રવાસથી ચૂંટણીનો માહોલ કેસરીયો બની રહ્યો છે. પ્રચારના આ અંતિમ તબક્કામાં ભાજપ કોઈપણ કસર છોડવા માંગતું નથી, જે નિમુબેન બાંભણીયાની સક્રિયતા પરથી સ્પષ્ટ જણાય છે.

Advertisement

આ પણ વાંચો: વ્યાજખોરો સામે Gujarat Police નો ગાળિયો કસાયો, સ્પેશિયલ ડ્રાઇવમાં વ્યાજખોરો સામે કાર્યવાહી

Tags :
Advertisement

.

×